ડાર્લિગ્સ જાેયા બાદ કોઈ મારી સાથે લગ્ન નહીં કરે તેવી મારા મમ્મીને ચિંતા છે: વિજય

મુંબઈ, આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યૂ સ્ટારર ફિલ્મ ડાર્લિંગ્સ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, જેને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને ક્રિટિક્સને પણ ફિલ્મ પસંદ આવી છે.
ફિલ્મમાં આલિયા અને શેફાલની દમદાર એક્ટિંગના વખાણ તો થયા જ છે બીજી તરફ હમઝાના પાત્રમાં જાેવા મળેલો વિજય વર્મા પણ ખૂબ ચર્ચામાં છે.
આલિયા ભટ્ટનું પાત્ર ભજવીને તેણે લોકોના દિલ જીતી લીધા છે. જ્યાં એક તરફ ફિલ્મમાં એક્ટરનું કામ બધાને ગમ્યું છે તો વિજયના મમ્મીને એક ચિંતા કોરી ખાઈ રહી છે. વાત એમ છે કે, વિજય વર્માના પાત્રને ફિલ્મમાં હિંસક દેખાડવામાં આવ્યું છે. તે તેની પત્ની નાની-નાની વાતમાં મારે છે, આટલું જ નહીં આ કારણથી તેને ગર્ભપાત પણ થઈ જાય છે. તેને દારુ પીવાની આદત હોય છે.
જ્યારે આ ફિલ્મ જાેઈ તો એક્ટરના મમ્મી પરેશાન થઈ ગયા. વિજય વર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ની રિલીઝ બાદ મને ચારેતરફ રિએક્શન અને ફીડબેક મળી રહ્યા છે. કેટલાક લોકો ‘હમઝા’ને નફરત કરી રહ્યા છે તો કેટલાક મારા પર્ફોર્મન્સના વખાણ કરી રહ્યા છે.
પરંતુ સૌથી મજેદાર રિએક્શન મારા મમ્મીનું હતું. તેમણે ફિલ્મ જાેઈ અને પોતાનો અનુભવ શેર કર્યો. મારા મમ્મીને એ વાતની ચિંતા છે કે, હવે કોઈ તેમના દીકરા સાથે લગ્ન કરશે નહીં. મને ખબર છે કે, તેઓ શું વિચારી રહ્યા હતા પરંતુ તેમનું રિએક્શન જાેઈને મને હસવું આવ્યું હતું. મારે તેમને શાંત કરવા પડ્યા હતા અને તે વાતની ગેરેંટી આપી હતી કે તેમ નહીં થાય. હવે હું પણ આશા રાખી રહ્યો છું કે તેવું ન થાય.
થોડા દિવસ પહેલા જ વિજય વર્માએ શાહરુખ ખાન, કો-એક્ટર્સ તેમજ ટીમના અન્ય સભ્યો સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેમની સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો. તેણે લખ્યું હતું. #Darlings કેટલાક અદ્ભુત સર્જનાત્મક દિમાગ અને દિગ્ગજ લોકોના ઘણા પ્રેમ અને પ્રયત્નો સાથે બનાવવામાં આવી છે.
હું તેવા લોકોથી ઘેરાયેલો હતો, જેમની પાસેથી હું શીખુ છું અને પ્રેરિત થાઉ છું. શ્રેષ્ઠ ટીમ જેની ઈચ્છા દરેક ધરાવે છે. આ રહ્યો પુરાવો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિજય વર્મા ખૂબ જલ્દી સુજાેય ઘોષની ફિલ્મ ‘ડિવોશન ઓફ સસ્પેક્સ ‘માં કરીના કપૂર અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. આ સિવાય તેની પાસે સોનાક્ષી સિન્હા સાથેની ફિલ્મ ‘દહાડ’ અને વેબ સીરિઝ ‘મિર્ઝાપુર ૩’ પણ છે.SS1MS