પોલીસ વાન અને બાઇકનું અકસ્માત, એકનું મોત
રાજકોટ, શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જાેકે, પોલીસ વાનની એરબેગ ખુલી જતા વાન ચાલકનો આબાદ બચાવ થયો છે.
શહેરના ઓમનગર સર્કલ નજીક BRTS રોડ પર પોલીસ વાન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીજે-૦૩-એજી-૧૯૭૯ નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-૦૩-ઇજી-૬૯૮૩ નંબરની બાઇક સામસામે અથડાયા હતા.
આ અકસ્માત બીઆરટીએસ રોડ પર થયો હતો. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ અહીં આવી ગયા હતા. આ અકસ્માતમાં પોલીસની પીસીઆર વાનમાં આગળના ભાગે નુકશાન થયું છે.
સદનસીબે પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆરવાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS