મારી દુઆઓ Rishabh Pantની સાથે છે: Urvashi Rautela

મુંબઈ, એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને અવારનવાર ભારતીય ક્રિકેટર ઋષભ પંતના નામે ખીજવવામાં આવે છે. ઉર્વશી રૌતેલા જ્યાં પણ દેખાઈ જાય મીડિયા અને લોકો ઋષભ પંત વિશે તેની સાથે વાતો કરતા હોય છે. કેટલીય વખત ઉર્વશી રૌતેલા પણ આ અંગે ચાન્સ આપી દેતી હોય છે. My prayers are with Rishabh Pant: Urvashi Rautela
ફરી એક વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી ઉર્વશી રૌતેલાને પાપારાઝીએ ક્રિકેટર ઋષભ પંત અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્ન અંગે ઉર્વશી રૌતેલાએ આપેલો જવાબ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉર્વશી રૌતેલા વિશ્વભ્રમણ કરતી હોય છે. ક્યારેક તે ભારતમાં હોય છે તો ક્યારેક તે વિદેશમાં હોય છે. ૧૭ ફેબ્રૂઆરીએ જ્યારે તે મુંબઈ એરપોર્ટ પહોંચી હતી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી અને ઋષભ પંત અંગે પ્રશ્ન કરી લીધો હતો.
પાપારાઝીએ ઉર્વશીને પ્રશ્ન કર્યો હતો કે, ઉર્વશી મેમ ઈન્સ્ટા પર ફોટો જાેયો(અહીં ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર મુકેલા ફોટો અંગે વાત કરી રહ્યા હતા) ત્યારે ઉર્વશીએ જવાબ આપ્યો હતો કે, ક્યો ફોટો? પાપારાઝીએ જવાબ આપ્યો હતો કે, અરે ઋષભ પંત રિકવર થઈ રહ્યા છે.
ઉર્વશીએ હકારમાં માથુ હલાવ્યુ હતુ. પાપારાઝીએ કહ્યુ હતુ કે, ઋષભ પંત જલ્દી ઠીક થઈ જશે. ત્યારે ઉર્વશીએ જવાબ આપ્યો હતો કે, હા હા, તે ભારતની મિલકત છે. દેશે તેમના પર ગર્વ છે. આ જવાબ અંગે પાપારાઝીએ ટીખળ કરતા કહ્યુ કે, અમારી દુઆ તેમની સાથે છે.
ત્યારે ઉર્વશી રૌતેલાએ પણ કહ્યુ કે, મારી પણ દુઆ તેમની સાથે છે. ઉર્વશી રૌતેલાના આ રિએક્શનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયાના યૂઝર્સ આ વાતચીતની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે યૂઝર્સે રિએક્શન આપ્યુ હતુ. એક યૂઝર્સે લખ્યુ કે, તમારી દુઆને કારણે જ તે ઠીક થઈ રહ્યો છે, નહીં. બીજાએ લખ્યુ કે, આ કેટલી અજાણી બની રહી છે.
ત્રીજાએ લખ્યુ કે, હવે આને પાર્ટી બદલી નાંખી છે તેન નસીમ શાહ અંગે પૂછો, ઋષભ અંગે નહીં. અન્ય યૂઝર્સે લખ્યુ કે, નસીમ શાહને જન્મદિવસના અભિનંદન આપીને આવી ગઈ કે શું?SS1MS