મારા દીકરાએ ભૂલથી આંખમાં લાત મારી દીધી અને દેખાતું ઓછું થઈ ગયું : એબી ડી વિલિયર્સ
નવી દિલ્હી, મિસ્ટર ૩૬૦ ડિગ્રી તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના ધુરંધર બેટર એબી ડી વિલિયર્સે પોતાની બોલ્ડ બેટિંગથી વિશ્વભરના ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કર્યું છે.
વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ ડી વિલિયર્સના નામે છે, તેણે વર્ષ ૨૦૧૫માં વેસ્ટ ઈÂન્ડઝ સામે માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી હતી અને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ સાથે વિલિયર્સે અગાઉ કોરી એન્ડરસને (૩૬ બોલમાં ફટકારેલી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
‘હેન્ડ-આઈ કોઓર્ડિનેશન’ના ખેલાડી ડી વિલિયર્સના ઘણા શોટ એટલા અદભૂત હતા કે વિરોધી બોલરોને સમજ નહોતી પડતી કે બોલ ક્યાં ફેંકવો.
વિકેટના કોઈપણ ખૂણે શોટ મારવાની તેની ક્ષમતાને કારણે તેને ૩૬૦ ડિગ્રી બેટ્સમેન કહેવામાં આવે છે. ડી વિલિયર્સે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની કારકિર્દીના છેલ્લા બે વર્ષમાં તેની જમણી આંખની દૃષ્ટિ ખરાબ લાગી હતી. આંખની ઈજાને કારણે આવું થયું હતું.
આ રાઇટ હેન્ડેડ બેટ્સમેને વર્ષ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેમ છતાં, તેણે આઈપીએલ સહિત વિવિધ ્૨૦ લીગમાં રમવાનું ચાલુ રાખ્યું અને રન બનાવવામાં પણ સફળતા મેળવી હતી.
વિઝડન ક્રિકેટ મંથલી સાથેની વાતચીત દરમિયાન ડી વિલિયર્સે તેની આંખની ઈજા વિશે જણાવ્યું હતું.
તેણે કહ્યું હતું કે, ‘મારા દીકરાનો પગ ભૂલથી અકસ્માતે મારી આંખ પર વાગ્યો, જેના કારણે મારી જમણી આંખની દ્રષ્ટિ ઓછી થવા લાગી. જ્યારે મેં સર્જરી કરાવી ત્યારે, ડાક્ટરે મને પૂછ્યું, ‘તમે આ રીતે ક્રિકેટ કેવી રીતે રમો છો?’ નસીબજોગે, મારી કારકિર્દીના છેલ્લા બે વર્ષમાં મારી ડાબી આંખ સારી રીતે કામ કરતી હતી.
વાતચીત દરમિયાન, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ન લેવાના કારણો વિશે વાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘કોવિડ રોગચાળાએ ચોક્કસપણે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, વર્લ્ડ કપ ૨૦૧૫માં ભારે દુઃખ થયું હતું.
તેમાંથી બેઠા થવામાં મને થોડો સમય લાગ્યો હતો અને પછી જ્યારે હું ટીમમાં પાછો આવ્યો અને સંપૂર્ણ પ્રતિબદ્ધ હતો, ત્યારે મને નિવૃત્તિ લેવાની કોઈ જરૂર નહોતી લાગતી.
આઈપીએલ વિશે વાત કરીએ તો, ડી વિલિયર્સ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ક્રિકેટ રમ્યા હતા. તેનો આરસીબી સાથે ઘણો સારો સંબંધ છે.
૧૮૪ આઈપીએલ મેચોમાં તેણે ૩૯.૭૦ની એવરેજથી ૫૧૬૨ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને ૪૦ અડધી સદી સામેલ છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે ૧૧૬ ટેસ્ટ, ૨૨૮ વનડે અને ૭૮ ટી૨૦ મેચ રમી.
તેણે ટેસ્ટમાં ૫૦.૬૬ની એવરેજથી ૮૭૬૫ રન, ઓડીઆઈમાં ૫૩.૫૦ની એવરેજથી ૯૫૭૭ રન અને ટીર૦આઈમાં ૨૬.૧૨ની એવરેજથી ૧૬૭૨ રન કર્યા છે. SS1SS