Western Times News

Gujarati News

“મહિલા અવતારમાં મારો પ્રવેશ સામાન્ય કોમિક નથી, તે નાટકમાં ઊંડાણ લાવશે” શબ્બિર આહ્લુવાલિયા

ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનએ આધુનિક વૃંદાવન આધારીત પુખ્ત રોમાન્ટિક નાટક છે, જે તેની શરૂઆતથી જ દર્શકોમાં ચહિતો બની ગયો. મોહન (શબ્બિર આહ્લુવાલિયા), રાધા (નીહારિકા રોય) અને દામિનિ (સંભાબના મોહન્તિ) જેવા મજબૂત પાત્રો અને સાંકળતી વાર્તાએ દર્શકોને છેલ્લા દોઢ વર્ષથી તેમની સીટ પર જકડી રાખ્યા છે. My transition into a female avatar isn’t for the usual comic relief, it will intensify the drama,” says Shabir Ahluwalia

તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, મોહનનો અવાજ ધીમે-ધીમે બદલાઈ રહ્યો છે, તેની આંખો લાલ થઈ રહી છે અને આંગળીઓ પર નેઇલ પેઇન્ટ છે અને આ બધાથી રાધા અને તેના પરિવારજનો મૂંજવણમાં આવી ગયા છે. આગામી ટ્રેકમાં દર્શકો માટે કંઇક એવું છે, જે દર્શકોના રૂંવાડા ઉભા કરી દેશે કેમકે ચાહકો શબ્બિર આહ્લુવાલિયાને એક મહિલા અવતારમાં બદલતા જોશે.

પાત્રમાં અધિકૃતતા લાવવા, ટીવીના આ સુપરસ્ટારએ પહેલા ક્યારેય નહીં જોવા મળેલા અવતારમાં જોવા મળશે. મોહનના વ્યક્તિત્વનું આ બોલ્ડ રૂપાંતરણ પ્લોટમાં નવી જ ક્રાંતિ લાવશે અને કંઈક એવો ઘટસ્ફોટ થશે જે વાર્તામાં સંપૂર્ણપણે ઉથલ-પાથલ મચાવી દેશે!

શબ્બિર કહે છે, “ઘણા બધા કલાકારો તેમની કારકીર્દીમાં આવા મહિલાના વેશ કરતા જોવા મળ્યા છે, પણ સામાન્ય રીતે તે કોમિકલ રીતે રજૂ થયા છે. તેનાથી વિરુદ્ધ મારા પાત્રનો મહિલા અવતારમાં બદલાવએ નાટકમાં વધારો કરશે અને પ્લોટમાં ઘણા સમયથી જે રાહ જોવાઈ રહી છે, તેઓ હાઈપોઇન્ટ આવશે તેનાથી મારો પડકાર પણ વધી રહ્યો છે. મેં દેખાવમાં વ્યંગીકરણ કરવાનું ટાળ્યું છે, તેની સામે તેમાં સુક્ષ્મતા અને સંયમ સાથે જોડ્યું છે. હું આશા રાખું છું કે, સ્ક્રિપ્ટને પૂરતો ન્યાય આપી શકીશ અને દર્શકો પણ આ સિકવન્સની અસરને અનુભવશે.”

શબ્બિર તેના નવા અવતારને પડકાર તરીકે લઇ રહ્યો છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું દામિનિ તેના બધા ગુન્હાને સ્વિકારશે કે નહીં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.