બેબાક અંદાજના કારણે મારી મુશ્કેલીઓ વધી ગઈ છેઃ સ્વરા ભાસ્કર

મુંબઇ, બોલિવુડ ઈન્ડ્સ્ટ્રીમાં કેટલીક હસીનાઓ એવી છે, જે માત્ર હુસ્નથી નહીં પરંતુ મોંઢાથી પણ તીર ચલાવીને સૌને ઘાયલ કરે છે. આટલું સાંભળતા સૌના મનમાં કંગના અને તાપસીનું નામ યાદ આવે છે પરંતુ સ્વરા ભાસ્કર પણ આ રેસમાં પાછળ નથી. સ્વરાને તેના કામ કરતા વધારે તેના બેબાક અંદાજના કારણે ઓળખવામાં આવે છે.
પરંતુ આ જ બેબાક અંદાજના કારણે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્વરાએ હાલમાં જ આપેલા ઈનટરવ્યુમાં પોતાના દિલનું દર્દ જાહેર કર્યું છે.
એક્ટ્રેસે કહ્યું છે કે તેને બોલિવુડમાંથી વધારે કામ નથી મળી રહ્યું. સ્વરાએ પોતાને સારી કહેતા કહ્યું છે કે તે જાણે છે કે તેની પાસે આના કરતા વધારે ટેલેન્ટ છે અને તે વધારે સારું કરી શકે છે.
પરંતુ તેને તક આપવામાં નથી આવતી. એક્ટ્રેસ ૫-૬ બ્લોકબસ્ટર ફિલ્મો હિસ્સો રહી ચૂકી છે, પરંતુ હવે તેની પાસે ઘણા ઓછા કામ આવી રહ્યા છે. સ્વરા સલમાન ખાનની ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. એટલું જ નહીં એક્ટ્રેસ ‘વીરે દી વેડિંગ’, ‘નિલ બટ્ટે સન્નાટા’ જેવી મોટા બજેટવાળી ફિલ્મોમાં જાેવા મળી છે.
સ્વરા ભાસ્કર ‘રસભરી’ વેબ સીરિઝમાં લીડ રોલમાં જાેવા મળી હતી. એક્ટ્રેસે કહ્યું કે તેના કામને ક્યારેય ખરાબ રિવ્યુ નથી મળ્યા છતાં તેણે આ તકલીફમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્વરાએ કહ્યું કે તેણે આવું મહેસૂસ કરવું જાેઈએ નહીં. પરંતુ જેટલી તેને ફિલ્મો મળવી જાેઈએ તેટલી નથી મળી રહી.
એક તરફ સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનો ભાગ બને છે, તો બીજી તરફ ઈઝરાયલી ફિલ્મ મેકર નાદર લોપિડે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વલ્ગર કહી તો તે સમયે સ્વરા તેનું સમર્થન કરતી જાેવા મળી હતી. સ્વરાના આ બં રંગના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.
સ્વરાનું માનવું છે કે તેણે જાણી જાેઈને તેના કરિયરને જાેખમમાં નાખ્યું છે. સ્વરાએ કહ્યું કે, મેં જાણી જાેઈને રિસ્ક લીધું. મને સૌથી વધારે પ્રેમ મારા કામથી છે.
આ રિસ્કની ઘણી મોટી કિંમત છે. તેણે પોતાના આ બેબાક સ્વભાવના લીધે ઘણી વખત મુશ્કેલીમાં પણ મુકાવું પડ્યું છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની સાથે ઘણી વખત તેની સાથે રેપ અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે અને હવે તેની અસર તેના કામ પર પણ થઈ રહી છે.HS1MS