યુવાનોને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવવા જાહેર અપીલ

AI Image
ભારત સરકારની સત્તાવાર માય ભારત પોર્ટલ: https://mybharat.gov.in પર નોંધણી કરી શકાશે
Ahmedabad, ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના મેરા યુવા ભારત (MY Bharat) વિભાગ દ્વારા દેશના યુવાનોને નાગરિક સંરક્ષણ માટે સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે સક્રિય છે.
આ રાષ્ટ્રવ્યાપી આહવાનમાં યુવા નાગરિકોને રાષ્ટ્રીય હિતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવવા માટે સશક્ત બનાવવાના સંકલિત પ્રયાસ ચાલી રહ્યા છે. ખાસ કરીને કટોકટી દરમિયાન આ પહેલનો ઉદ્દેશ્ય એક સારી રીતે પ્રશિક્ષિત, પ્રતિભાવશીલ અને સ્થિતિસ્થાપક સ્વયંસેવક દળ બનાવવાનું છે. જે કુદરતી આફતો, અકસ્માતો, જાહેર કટોકટી અને અન્ય અણધારી પરિસ્થિતિઓમાં વહીવટી તંત્રને પૂરક બનાવી શકે છે.
વર્તમાન પરિસ્થિતિ અને દેશની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને એક મજબૂત સમુદાય-આધારિત પ્રતિભાવ પદ્ધતિ સ્થાપિત કરવાની તાત્કાલિક અને વધતી જતી જરૂરિયાત છે. નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો સ્થાનિક અધિકારીઓને ટેકો આપીને આ સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેવાઓની વિશાળ શ્રેણી દ્વારા બચાવ અને સ્થળાંતરની કામગીરી, પ્રાથમિક સારવાર અને કટોકટી સંભાળ, ટ્રાફિક વ્યવસ્થાપન,
ભીડ નિયંત્રણ, જાહેર સલામતી અને આપત્તિ પ્રતિભાવ અને પુનર્વસન પ્રયાસોમાં સહાયતાનો સમાવેશ થાય છે. તૈયાર અને પ્રશિક્ષિત નાગરિક દળનું મહત્ત્વ પહેલા કરતાં વધુ છે અને માય ભારત આ રાષ્ટ્રીય મિશનમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
માય ભારત તેના યુવા સ્વયંસેવકોના ગતિશીલ નેટવર્ક અને અન્ય તમામ ઉત્સાહી યુવા નાગરિકોને આગળ આવવા અને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા અપીલ કરે છે. હાલના માય ભારત સ્વયંસેવકો અને આ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માંગતા નવા વ્યક્તિઓ બંનેનું તેમાં જોડાણ માટે સ્વાગત કરે છે.
આ પહેલ યુવાનોમાં નાગરિક જવાબદારી અને શિસ્તની મજબૂત ભાવના જ નહીં પણ તેમને વ્યવહારુ જીવનરક્ષક કુશળતા અને ગંભીર પરિસ્થિતિઓમાં ઝડપથી કાર્ય કરવા માટે તાલીમથી પણ સજ્જ કરે છે. દેશભક્તિની ભાવના સાથે આ અભિયાનમાં જોડાવા માટે ભારત સરકારની સત્તાવાર માય ભારત પોર્ટલ: https://mybharat.gov.in પર નોંધણી કરાવી શકાય છે.
દેશના યુવાનોને આગળ આવવા અને આ રાષ્ટ્રીય હેતુ માટે રસ ધરાવતા યુવાનો/ જનતાને એકત્ર કરવા માટે એક સ્પષ્ટ આહ્વાન છે, એમ અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રીતેશકુમાર ઝવેરીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.