એન.એલ. રૂરલ ડેવ. ફંડ અને અરવિંદ લિમિટેડ દ્વારા ખેડૂતો માટે કાર્યશાળા યોજાઈ
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને અરવિંદ લિમિટેડ દ્વારા તારીખ ૨૧- ૩ -૨૦૨૩ ના રોજ ઈડર મુકામે કપાસ ઉગાડતા ખેડૂતો માટે કાર્યશાળા યોજવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ચીફ મેનેજર કાંતિભાઈ પટેલે આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું. ધરતી ફાઉન્ડેશનના પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિએ અટલ ભુજલ યોજનાની માહિતી આપતા જણાવ્યું કે જમીનમાં પાણીનું સ્તર નીચે જતું હોવાથી જે સમસ્યા ઊભી થઈ છે તેની સમજ આપી નાબાર્ડના ચેરમેન નવલ કન્નોર સાહેબે નાબાડની જીૐય્ ની યોજનાઓ વિશે અને ખેડૂત સંઘની યોજના હ્ર્લઁં અને ખેડૂત સંગઠનની યોજનાઓ વિષે વિશે માહિતી આપી.
કૃષિ યુનિવર્સિટી જુનાગઢના વૈજ્ઞાનિક એલ.કે ઘડૂક સાહેબે પાકની સાત પદ્ધતિ વિશે વાત કરતા જણાવ્યું કે ખાતર દવા આવક ખર્ચ ઘટાડવા ખાતરની વ્યવસ્થા પણ જમીન વ્યવસ્થા પણ અને તેની ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું. અરવિંદ લિમિટેડના પ્રતિનિધિ ડૉ. સમીરભાઈ પંડિતે બીસીઆઇ કાર્યક્રમના સાત સિદ્ધાંતો વિશે સમજ આપી ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો કે કૃષિ યુનિવર્સિટી અને પ્રગતિશીલ ખેડૂતોને કામગીરીને જાેઈને સમજીને અમલમાં મૂકવા ભલામણ કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના જે આર પટેલ સાહેબે કેવીકેના તાલીમ કેન્દ્ર વિશેની માહિતી આપી કેવીકે દ્વારા ફાર્મર કૃષિ સ્કૂલ ડેમોસ્ટ્રેશન અને વિવિધ યોજનાઓની તાલીમ આપવામાં આવે છે. અંતમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરીને તેમને મોમેન્ટો આપવામાં આવી અને પ્રોત્સાહન કરવામાં આવ્યા કાર્યક્રમને સફળ બનાવવા નરોતમ લાલભાઈ ટીમે સહિયારો પ્રયત્ન કર્યો હતો.