એન. પી. પટેલ મહિલા આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) પાલનપુર, વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે તેમજ નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વિનુભાઈ પટેલ દ્વારા જિલ્લાની વિવિધ શાળા કોલેજાેમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અન્વયે ૧૭ નવેમ્બરના રોજ એન. પી. પટેલ મહિલા આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સો ટકા મતદાન કરવા માટે સંકલ્પ પત્ર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પોતાના મતાધિકાર બાબતે માહિતગાર કરી વધુમાં વધુ મતદાન થાય એ માટે જાગૃત બનવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે ફલજીભાઈ ભટોળ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.