Naagin 6 અભિનેત્રી શિખા સિંહ છેલ્લા બે મહિનાથી પથારીમાં છે

મુંબઈ, છેલ્લે સીરિયલ નાગિન ૬માં જાેવા મળેલી એક્ટ્રેસ શિખા સિંહ સોશિયલ મીડિયા પર પોતાની તબિયત વિશે અપડેટ આપતી રહે છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી તેની તબિયત ખરાબ છે. શિખાએ બીમારી વિશે વાત કરતાં કહ્યું, છેલ્લા બે મહિનાથી મુશ્કેલ સમય ચાલી રહ્યો છે કારણકે હું મોટાભાગે પથારીમાં હોવાથી કંઈ કરી શકતી નથી.Naagin 6 Actress Shikha Singh
બે મહિના પહેલા મને સ્કીન એલર્જી થઈ હતી અને મને ઓટો-ઈમ્યૂન કંડિશન હોવાનું નિદાન થયું હતું. જે બાદ ડૉક્ટરે મને દવાઓ આપી હતી. એક-બે દિવસમાં જ મને એસિડ રિફ્લક્સ થવા લાગ્યું. ડૉક્ટરોએ ફરી એકવાર ટેસ્ટ કરાવવાનું કહ્યું પરંતુ કંઈ પકડાયું નહીં.
બધું બરાબર હોવાનું મને કહેવામાં આવ્યું. જાેકે, ખીચડી કે અન્ય હળવા આહાર સિવાય હું કંઈ ખાઈ નહોતી શકતી. ગત મહિને શીખાની તબિયત થોડી સારી થઈ અને તેણે ટૂંકો બ્રેક લેવાનું નક્કી કર્યું. તેણે આગળ કહ્યું, “મને થોડું સારું લાગતું હતું અને ૭ ફેબ્રુઆરીએ મારી બર્થ ડે આવતી હોવાથી અમે નાઈરોબી હોલિડે માટે ગયા હતા.
View this post on Instagram
કમનસીબે હું ત્યાં માંદી પડી ગઈ અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. અમે ઘરે આવ્યા ત્યારથી હું ફક્ત આરામ કરી રહી છું. મારા પતિ કરણ શાહ પાયલટ છે જેથી તેમને ટ્રાવેલિંગ કરતા રહેવું પડે છે. શિખાએ જણાવ્યું કે, તેની ખરાબ તબિયતના કારણે માનસિક સ્થિતિ પર પણ અસર થઈ છે. તેણે આગળ જણાવ્યું, “ડૉક્ટરો સમજી નથી શકતાં કે એસિડ રિફ્લક્સ શેના કારણે થઈ રહ્યું છે.
પરિણામે હું નિઃસહાયતા અનુભવી રહી છું. હું રૂટિન ફૂડ પણ નથી ખાઈ શકતી. અગાઉ હું મારી બીમારી વિશે કંઈ પોસ્ટ નહોતી કરવા માગતી પરંતુ જ્યારે તમે મોટા શહેરમાં રહેતા હો અને ઘરે એકલા હો તો લોકો તમારા હાલચાલ પૂછે તેવી ઈચ્છા થાય છે.
View this post on Instagram
મારી દીકરી અલાયના રોજ મારી પાસે આવે છે અને પૂછે છે, ‘મમ્મા શું થયું છે?’ તેનો ચહેરો જાેઈને મને દુઃખ થાય છે. હું જલ્દી જ સાજી થવા માગુ છું. મને લાગે છે કે મહામારી બાદ લોકો વિવિધ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આપણે સૌએ એકબીજાને પ્રેમ અને સહકાર આપવો જાેઈએ.
કલાકારોની લાઈફ સોશિયલ મીડિયા પર દેખાય છે તેવી પર્ફેક્ટ નથી હોતી. સોશિયલ મીડિયા પર કલાકારો હંમેશા સારી બાબતો દર્શાવતા હોય છે. જિંદગી હંમેશા ચમકદમક, ખુશીઓ અને હોલિડેની નથી હોતી અમે પણ મુશ્કેલ સમયમાંથી પસાર થતાં હોઈએ છીએ. આશા રાખું છું કે દવાઓ અસર કરે અને હું જલ્દી સાજી થઈ જઉં ને મારી સામાન્ય જિંદગી જીવી શકું”, તેમ તેણે વાત પૂરી કરતાં જણાવ્યું.SS1MS