નાગિન અભિનેતા વિજયેન્દ્ર કુમેરિયાનું લગ્નજીવન સંકટમાં?
મુંબઈ, ટેલિવિઝન અભિનેતા વિજયેન્દ્ર કુમેરિયા અને તેની પત્ની પ્રીતિ ભાટિયા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. કારણકે, પત્ની પ્રીતિએ એક ચિઠ્ઠી લખ્યા પછી તેમનાં લગ્નમાં મુશ્કેલી ઊભી થઈ હોવાના સમાચાર આવ્યા છે.
જણાવી દઈએ કે વિજયેન્દ્ર અને પ્રીતિના લગ્નને ૧૦ વર્ષ થયા છે. તેઓને ૬ વર્ષની પુત્રી કિમાયા પણ છે. વિજયેન્દ્રએ ટેલિવિઝનમાં મોટું નામ બનાવ્યું છે, પ્રીતિ તેના પ્રોડક્શન હાઉસને સંભાળે છે, જે તેણે ઘણાં વર્ષો પહેલા શરૂ કર્યું હતું. ૨૫ માર્ચ, ૨૦૨૩ના રોજ પ્રીતિ ભાટિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રી કિમાયા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. મા-દીકરીની જાેડી જાેવા મળી હતી.
જાે કે, વિજયેન્દ્ર (વિજયેન્દ્ર કુમેરિયા) તસવીરમાંથી ગાયબ હતો. આ સાથે પ્રીતિએ એક નોંધ લખી અને લોકોને આશ્ચર્યમાં મૂક્યા કે શું તેમની વચ્ચે બધું સારું તો છે ને? તેણે લખ્યું હતું કે – તે મને જેટલું પણ ખોટું કહ્યું છે તેમાં આઈ લવ યુ નામનું જુઠ્ઠું મારું પ્રિય હતું.
જ્યારે આઈ મિસ યુ બીજા નંબરનું જુઠ્ઠું હતું. ઘણું બધું ભૂલાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વિજયેન્દ્ર અને પ્રીતિએ એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. જ્યારે અભિનેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ફોન ઉપાડ્યો નહીં.
જાેકે, પ્રીતિએ આ મુદ્દે સીધું કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું- ‘હું આ મુદ્દા પર ટિપ્પણી કરવા માગતી નથી, હું અત્યારે ખૂબ જ વ્યસ્ત છું. લોકો કેમ ચર્ચા કરી રહ્યા છે?’ અહીં નોંધનીય છે કે વિજયેન્દ્ર કુમેરિયા પ્રખ્યાત અભિનેતા છે. તે ‘શાસ્ત્રી સિસ્ટર’, ‘ઉડાન’, ‘નાગિન ૪’, ‘મોહ સે ચલ ક્યા જાયે’ અને ‘આપકી નજરો ને સમજા’ જેવા ટીવી શો માટે જાણીતો છે.
એક ઈન્ટરવ્યુમાં ટેલિવિઝન અભિનેતા વિજયેન્દ્ર કુમેરિયાએ જણાવ્યું હતું કે ટીવી કલાકારોને નવતર પ્રયોગ કરવાની તક નથી મળતી એ વાત સાથે હું સમંત નથી. કારણ કે મને કલાકાર તરીકે પડદા પર અનેક અલગ અલગ પાત્રો ભજવવાની તક મળી ચૂકી છે અને મળી પણ રહી છે. અન્ય પ્લેટફોર્મના કારણે ટીવી પર નેગેટિવ અસર થતી હોય તેવું મને લાગતું નથી. દરેક પ્લેટફોર્મ પર તેના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.SS1MS