‘RRR’એ ઈતિહાસ રચ્યોઃ ઓસ્કારમાં NaatuNaatuને બેસ્ટ ઓરિજનલ સોન્ગ એવોર્ડ
લોસ એન્જેલીસ : SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ’એ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીતી લીધો છે. #NaatuNaatu from @RRRMovie has won the Academy Award for #BestOriginalSong at Oscar
Pride of Indian cinema, #RRR 🤩🥰 pic.twitter.com/9rJc0emssp
— LetsCinema (@letscinema) March 13, 2023
આ ગીત 95મા એકેડેમી એવોર્ડ્સમાં ગાયક રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું. તેમજ અભિનેત્રી અને ડાન્સર લોરેન ગોટલીબે પણ આ ગીત પર પરફોર્મ કર્યું હતું.
ઓસ્કર 2023માં બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’નો મુકાબલો ફિલ્મ ‘ટેલ ઇટ ઓલ
લાઇક એ વુમન’ના ગીત ‘અપલોઝ’, ફિલ્મ ‘એવરીથિંગ, એવરીવ્હેર, ઓલ એટ વન્સ’ના ગીત ‘ધિસ ઈઝ એ લાઈફ’, ફિલ્મ ‘ટેલ ઈટ લાઈક અ વુમન’ના ગીત ‘હોલ્ડ માય હેન્ડ’, અને ફિલ્મ ‘બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર’ના ગીત ‘લિફ્ટ મી અપ’
સાથે થયો હતો.
ગીત ‘નાટૂ નાટૂ’ ખૂબ જ વાયરલ થયું હતું. આ ગીતને હિન્દી વર્ઝનને યુટ્યુબ પર અત્યારસુધીમાં 265 મિલિયનથી વધુ
વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીતમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા કરવામાં આવેલ હૂક સ્ટેપ સોશિયલ મીડિયા
પર ઘણા વાયરલ થયું હતું અને બંનેએ ઘણીવાર ફિલ્મના પ્રમોશનમાં આ ગીત પર ડાન્સ કર્યો હતો.
આ ગીત હિન્દીમાં ‘નાચો નાચો’, તમિલમાં ‘નાટ્ટુ કૂથુ’, કન્નડમાં ‘હલ્લી નાટૂ’ અને મલયાલમમાં ‘કરિન્થોલ’ તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું. તેનું હિન્દી વર્ઝન રાહુલ સિપલીગંજ અને વિશાલ મિશ્રાએ ગાયું હતું.