નાબાર્ડ દ્વારા સભાસદોને વિશેષ માર્ગદર્શન સહિત જાણકારી અપાઈ
(પ્રતિનિધિ)મોડાસા, સાબરકાંઠા જિલ્લામાં મટોડા ખાતેની મોટનેશ્વર એગ્રો.કચેરીમાં નાબાર્ડ દ્વારા સભાસદોને વિશેષ માર્ગદર્શન સહિત જાણકારી અપાઈ હતી. મોટનેશ્વર એગ્રો પ્રોડ્યૂસર કંપની લિમિટેડ મટોડા ની નાબાર્ડ રિઝનલ ઓફિસ અમદાવાદ ના મુખ્ય મહા નિર્દેશક શ્રી ડૉ. જ્ઞાનેન્દ્ર મણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ એફપીઓના ૧૫૦ સભાસદો સાથે વાર્તાલાપ કર્યો હતો અને મુખ્ય મહા નિર્દેશક નાબાર્ડ ની સાથે ઉપ મહા નિર્દેશક શ્રી નિલેશ શાહ , પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા,સાબરકાંઠા શ્રી વિનોદ કુમાર પટેલ, જિલ્લા વિકાસ નિર્દેશક નવલ જે કન્નોર તેમજ મદદનીશ ખેતી નિયામક ઇડર શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એફપીઓ નિર્માણ માટે કાર્યરત સંસ્થા રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિ ના મુખ્ય મહા નિર્દેશક જી એસ શર્મા, શ્રી મનોજ ગૌર, યોજના નિર્દેશક શ્રી મુકેશ ગૌર દ્વારા યોજનાની જાણકારી આપતા મોટનેશ્વર એગ્રો પ્રોડ્યૂસર કંપની ના વ્યાપારિક બિંદુઓ ની જાણકારી આપી હતી.
શ્રી વિનોદ કુમાર પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા,સાબરકાંઠા તથા શ્રી હિતેશભાઈ પટેલ મદદનીશ ખેતી નિયામક ઇડર દ્વારા ખેડૂતોને સરકારી યોજના વિશે તેમજ તેના લાભ વિશે જાણકારી આપી. મુખ્ય મહા નિર્દેશક શ્રી ડૉ. જ્ઞાનેન્દ્ર મણી એ કંપની કાર્યાલય નું નિરીક્ષણ કર્યું તેમજ કંપની વિઝિટર બુક મા રિમાર્ક કર્યું. મોટનેશ્વર એગ્રો પ્રોડ્યૂસર કંપની મટોડા નું નાબાર્ડ ના સહીયોગ થી વર્ષ ૨૦૨૧ માં રજીસ્ટ્રેશન થયેલ છે કંપની સાથે ૩૮૦ જેટલા શેર ધારકો જાેડાયેલ છે જે વધારીને ૧૫૦૦ જેટલા કરવાનું લક્ષ છે.
વર્તમાન માં કંપની દ્વારા ખેડૂતો ને વ્યાજબી ભાવે બિયારણ પુરા પાડવામા આવી રહ્યા છે. આગામી સમય મા કંપની પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવા ની નેમ સાથે કાર્યક્ષમ છે. નાબાર્ડ ના અધિકારી શ્રીઓ દ્વારા કંપની ની કામગીરી ની પ્રશંસા કરવામાં આવી હતી..