Western Times News

Gujarati News

સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે એસી વોલ્વો બસમાં  વિશેષ ટુર પેકેજ શરૂ થશે

પ્રતિકાત્મક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને  આરામદાયક ટુર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટવડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.

સોમનાથ દર્શન ટુર પેકેજ

તા.૨૮મી એપ્રિલ-૨૦૨૫થી રાણીપઅમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડીબપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજપ્રતિ વ્યક્તિ રૂ. ૪ હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. ૭૦૫૦(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

સમાવેશ: GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસહોટેલ રોકાણસોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમત્રિવેણી સંગમ આરતીભાલકા તીર્થરામ મંદિરગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટવડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.૨૬મી એપ્રિલ ૨૦૨૫થી દર શનિવાર અને રવિવારે)

નડાબેટ સીમા દર્શન: અમદાવાદથી સવારે ૬:૦૦ કલાકે ઉપડીબપોરે ૧૨:૩૦ કલાકે નડાબેટ પહોંચશે.

ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૮૦૦.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર:

અમદાવાદથી સવારે ૯:૦૦ કલાકે ઉપડી૧૧:૧૫ કલાકે વડનગર અને ૫:૩૦ વાગ્યે મોઢેરા પહોંચશે.

ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૧૦૦.

સમાવેશ: નડાબેટ સીમા દર્શનવડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમતાનારીરીહાટકેશ્વર મંદિરકીર્તિ તોરણપ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચબ્રેકફાસ્ટચા-પાણીડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.

રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિકસાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.