Western Times News

Gujarati News

નડિયાદ BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતાને સ્વભાવ બનાવીને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનવા અપીલ કરતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

નડિયાદ, સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. Nadiad BAPS temple swatchh bharat

જે અંતર્ગત બીએપીએસ મંદિરની સામે કેનાલ પર મંત્રી તથા ધારાસભ્યઓ, વહીવટી તંત્રના અધિકારી ઓએ સફાઈ કામદારો સાથે જોડાઈને મહાશ્રમદાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીના નકશે કદમ પર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત મિશનની ઝુંબેશ શરૂ કરી છે. સ્વચ્છતા હી સેવા એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બનાવી રાખતા જનભાગીદારી દ્વારા તમામ લોકોને સ્વચ્છતાના કાર્યોમાં જોડાવા મંત્રી એ અનુરોધ કર્યો હતો. તેમણે શૌચાલયનો નિયમિત ઉપયોગ, પ્લા

સ્ટીક ઉપયોગ પર અંકુશ અને ઘર તથા આસપાસના વિસ્તારોની નિયમિત સફાઈ દ્વારા સ્વચ્છતા માટે કાર્યો કરવા જણાવ્યુ હતુ. સાથે જ સ્વચ્છતા માટે ખાસ લોકશિક્ષણ અને સ્વયંશિસ્તનો આગ્રહ રાખી ઉપસ્થિત સૌને સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને સ્વચ્છ બનાવવાની જવાબદારી આપણા સૌની છે.

જનતાનો સહયોગ આ માટે ખૂબ જ જરૂરી છે. પોતાનું આંગણું, પોતાનું ગામ અને પોતાનું શહેર સ્વચ્છ બની રહે તે માટે તમામે પ્રયત્નો કરવા જોઈએ. આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્રમ અંતર્ગત સફાઈકામદારોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

સાથે જ નડિયાદની ઉત્તરસંડા ગ્રામ પંચાયત, ગળતેશ્વરની સોનીપુર અને કપડવંજની તોરણા ગ્રામ પંચાયતના સરપંચઓનું સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. વધુમાં, મહુધા અને ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારીઓ તથા નડિયાદના પ્રબુદ્ધ્‌ આગેવાનોનું સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.