રોડના કામમાં અનેક પ્રશ્નો લઈ નડિયાદ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત
નડિયાદના બારકોશિયા રોડથી બિલોદરા સુધીના રોડનું કામ હલ ઠપ
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેરના બારકોશિયા રોડથી બિલોદરા રોડને જોડતો રોડ ?૨,૫૭ લાખના ખર્ચે ધારાસભ્ય ની ગ્રાન્ડ માંથી મંજુર થયો છે પરંતુ આ રોડનું કામ હાલમાં ઠપ થઈ ગયું છે જેના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે
આ બાબતે પાલિકા અને જિલ્લા કલેકટર માં રજૂઆત કરી થાકેલા લોકોએ ગુજરાત હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા ગુજરાત હાઇકોર્ટે જિલ્લા કલેકટર ,ચીફ ઓફિસર અને આર એન્ડ બી વિભાગને આ બાબતે સમય મર્યાદામાં કામ યોગ્ય રીતે કરવા સૂચન કર્યું હોવા છતાં આજ દિન સુધી આ કામ ચાલુ થયું નથી આજે આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વેલી તરીકે કામ પૂર્ણ કરવા માંગ કરી છે
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની ગ્રાન્ટમાંથી નડિયાદ બારર્કોશિયા થી બિલોદરા જમાનાના માર્ગ પર ૫૭ કરોડના ખર્ચે રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી જિલ્લા પંચાયત હસ્તકનો આ રોડ હોય આ કામગીરી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આરવવામાં આવી હતી.. જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ની મનસ્વીતા ના કારણે.. રોડના કામમાં વેઠ ઉતરતી હોય તેવું શરૂઆતથી જ દેખાતું હતું
કોઈપણ માર્ગ બનતો હોય ત્યારે શરૂઆતમાં માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાના હોય વીજપોલ હોય તો તેને હટાવવાના હોય અને ત્યારબાદ રોડની કામગીરી શરૂ કરવાની હોય પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વીજપોલ હટાવ્યા નહીં.
માત્ર બારકોશિયા રોડના શરૂઆતમાં આવેલા દબાણો દૂર કર્યા અને થોડા અંતર સુધીના દબાણો દૂર કરી રોડની કામગીરી ચાલુ કરી દીધી તે વખતે સ્થાનિકો નો એવો પ્રશ્ન ઉઠ્યો કે આ માર્ગ પર આવતા વીજપોલને હટાવવા જોઈએ અને ત્યારબાદ કામગીરી શરૂ કરવી જોઈએ લોકોનો રોષ જોઈ જે તે વખતે અધિકારીઓએ પાછળથી વીજ કંપનીને જાણકારી અને ભરવા પાત્ર રૂપિયા પણ ભર્યા પરંતુ આદિન સુધી આ પોલ હટ્યા નહીં અને પોલ હટાવ્યા વગર કામ ચાલુ કરી દીધું છે
પ્રજાના એવા આક્ષેપો હતા કે અધિકારીઓએ શરૂઆતના છેડેથી દબાણો હટાવ્યા છે અને આગળ જતાં રાજકીય દબાણના કારણે દબાણો અટાવ્યા નહીં અને રોડ સાંકડો કર્યો છે રોડની યોગ્ય પહોળાઈ જે મંજૂરીમાં દર્શાવ્યું હોય તે દેખાતી નથી જેના કારણે પ્રજામાં આ બાબતે ભારે રોષ જોવા મળે છે.