નડિયાદના પીપલગ પાસે કેનાલમાં કાર ખાબકીઃ કારચાલકનું મોત
(પ્રતિનિધિ) નડિયાદ , નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાંથી પસાર થતી મહિ સિંચાઇની મુખ્ય કેનાલમાં આજે એક કાર ખાબકી હતી જેથી નડિયાદ ફાયરબ્રિગેડ દોડી જઇ બે કલાકની મહામં મહેનતે કેનાલના પાણીમાંથી કાર બહાર કાઢી હતી આ કારમાંથી ચાલકનું મુતદહે મળી આવ્યો હતો જેની તપાસમાં આ વ્યક્તિ આણંદ નજીક બાકરોલ નો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના પીપલગ નજીક છઁસ્ઝ્ર પાસેથી મહિ સિંચાઇની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલના પાણીમાં આજે લગભગ ૧૧ ના સમયે એક કાર ખાબકી હોવાનો મેસેજ સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જેથી તુરંત નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ રેસ્ક્યુ ટીમ સાથે દોડી ગયા હતા
અને કેનાલના પાણીમાં ઉતર્યા હતા. વિવિધ સાધનો? મારફતે કેનાલના પાણીમાં તપાસ હાથ ધરાઈ હતી. એક બાજુ કેનાલમાં પાણીનો ફ્લો વધુ આવતો હોવાથી ફાયરના કર્મીઓને મુશ્કેલી રહેતી પડતી હતી વહેતા પ્રવાહમાં કામગીરી કરવી મુશ્કેલ હતી.
જોકે ભારે જહેમત બાદ રસ્સા વડે કાર બાંધી અને ક્રેઈન મારફતે કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢતા કારની અંદરથી એક ડેડ બોડી મળી આવી હતી. જે મૃતદેહને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસ, નડિયાદ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા.
નડિયાદ ગ્રામ્ય પોલીસે કારમાંથી મળેલ આધારકાર્ડ અને ડ્રાઈવીગ લાયસન્સના આધારે આ મૃતદેહની ઓળખ વીધી આરંભી હતી મરનાર આણંદ ના બાકરોલ નજીક કુષ્ણ કુટીર માં રહેતા નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ ઉ વ ૭૪ હોવાનું બહાર આવ્યું છે તેમજ દર ગુરુવારે સંતરામ ડેરીએ ગુરૂવાર ભરવા આવતા હોય આજે પણ તેઓ ગુરૂવાર ભરવા ધરે થી નીકળ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ જે કાર નહેરના પાણીમાં ખાબકી હતી તે આણંદ પાર્સિગની છે જેનો નંબર (GJ 23 CC 6816 છે.