નડિયાદમાં સિટી બસ શરૂ થઈઃ 4 રૂટો પર દોડશે
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સુશાસન દિવસ નિમિત્તે નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સિટી બસ સેવાનો શુભારંભ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા લીલી ઝંડી બતાવીને સિટી બસોને પ્રસ્થાન કરાવી હતી આ સિટી બસો નું રૂટ (૧) નડિયાદ રેલવે સ્ટેશનથી મિલ રોડ – કમળા થઈ દેવકી વણસોલ.
(૨)નડિયાદ રેલવે સ્ટેશનથી સંતરામ – પારસ સર્કલ – કિડની હોસ્પિટલ થઈ પીપલગ થઈ વલેટવા ચોકડી સુધી. (૩) નડિયાદ રેલવે સ્ટેશન થી વાણિયા વડ, કોલેજ રોડ, ઉત્તરસંડા થઈ ભૂમેલ થી કણજરી સુધી.(૪)નડિયાદ રેલવે સ્ટેશનથી પીજ રોડ, પીજ ચોકડી થઈ પીજ ગામ સુધી. ઉપરોક્ત રૂટ પર સિટીબસ સેવા શરૂ કરવામાં આવી છે અને
ટૂંક સમયમાં બીજા નવા રૂટો પર આ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, કારોબારી ચેરમેન પરીનભાઈ રાવ, સંગઠન પ્રમુખ તેજસભાઈ, પ્રાંત અધિકારી નિર્ભયભાઈ, ચીફ ઓફિસર રુદ્રેશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલરો સંગઠનના પદાધિકારીઓ, વડીલો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.