Western Times News

Gujarati News

નડિયાદમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી વિરુદ્ધ ધરણા યોજી કલેકટરને આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમીત શાહે થોડા દિવસ પહેલા બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની ટીકા કરી હતી. જેને લઈ દેશભરમાં ભારે નારાજગી જોવા મળે છે

નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા આ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે. અને બાદમાં જિલ્લા કલેકટરને. આવેદન પત્ર આપ્યું હતું

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમા પાસે સવારે ૧૦થી ૧૨ બે કલાક બેસી ધરણા યોજાયા છે. જેમાં ‘અમિત શાહ માફી માંગે’ તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા બાદ ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ને સાંસદ તરીકે થી દૂર કરવા માંગણી કરવામાં આવી છે આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી , પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ, ભીખાભાઈ રબારી, ચીમનભાઈ ઇનામદાર, નરેશભાઇ બ્રહ્મભટ્ટ ,નગર પાલિકા કાઉન્સિલર ગોકુલ શાહ, સિકંદર મલેક, જીતુભાઈ રાજ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.