નડિયાદ કોંગ્રેસે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી BJPના નેતાઓ સામે FIR નોંધવા માંગ કરી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારિરીક ઈજાઓ પહોંચાડવા અને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ
અને તેના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકી મામલે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તે માટે આ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ ૪ જેટલા મુદ્દાઓ ટાંકીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સ્વિકાર્યું હતું.
અમદાવાદ શહેર કોંગ્રેસસમિતિના મહામંત્રી સુરેન્દ્ર બારોટે મીડિયા ને જણાવ્યું હતું કે, ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા રાહુલ ગાંધીની હત્યા અથવા શારીરિક ઈજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા, ભાજપ/એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે.
રાહુલ ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ, યુવાનો, દલિતો અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો વગેરેને લગતા મુદ્દાઓ સતત ઉઠાવી રહ્યા છે અને આવા જાહેર કેન્દ્રીય મુદ્દાઓને ઉકેલવામાં ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે.
જો કે, તે ભાજપ અને તેના સાથી પક્ષોને ગમતું નથી, .આ પ્રસંગે સુરેન્દ્ર બી બારોટ મહામંત્રી નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ઉરવ મૈત્રાલ મહામંત્રી નડિયાદ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ ગોકુલ શાહ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા , નરેશભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રમુખ નડિયાદ નગરપાલિકા, ભરતકાકા, સલ્લુકાકા પૂર્વ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા ચીમનભાઈ ઇનામદાર ઉપપ્રમુખ ખેડા જીલ્લો
હાથ સે હાથ જોડો ઈમાનદાર, શૈલેન્દ્રસિંહ સંગઠન મંત્રી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સોલંકી, રાજુભાઈ રબારી, આકાશ મેકવાન પ્રમુખ આઈટી સેલ, સૌરભ પ્રજાપતિ, સહિત કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.