Western Times News

Gujarati News

6.58 કરોડના ખર્ચે નિર્માણ થનાર નડિયાદ જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન

નડીઆદમાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયુ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જાનકીદાસ સ્મૃતિ ૨ સોસાયટીની બાજુમાં, દેરી રોડ, નડિયાદ ખાતે રૂા. ૬૫૮ લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત શ્રી સત્યદાસજી મહારાજ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્‌ હસ્તે સંપન્ન થયું હતું.

આ ફાયર સ્ટેશન નીચે મુજબની સુવિધાઓ ધરાવતું હશે ઃ •૪ મોટા તથા ૨ મીની ફાયર ટેન્ડર સમાવી શકાય તેવું ૨૫૪ સ્ક્વ ેર મીટર નું વિશાળ પાર્કિંગ. • સ્ટાફ માટે ઓફીસ બિલ્ડિંગ, સ્ટોર રૂમ, વર્ક શોપ, કંટ્રોલ રૂમ અને ૧૮૦ સ્ક્વેર મીટર એરિયામાં મિટિંગ હોલ. • ફાયર ના સાધનો માટે મોકડ્રીલ એરિયા.

• સ્ટાફના કર્મચારીઓને રહેવા માટે કુલ ૨૧ ક્વાટર • ૧ લાખ લીટર કેપેસિટી નો અંડર ગ્રાઉન્ડ ટેન્ક તથા ટ્યુબવેલ. • ફાયર સ્ટેશનની બિલ્ડિંગ પર સોલર પેનલ. • ૧૬ કાર અને ૪૨ ટુ વ્હીલર ની ક્ષમતાનું પાર્કિંગ. • ૪૨૯ ર્જદૃીિૈંટ્ઠિ ગ્રીન સ્પેસ એરિયા. • સ્ટેશનની ફરતે ૨૧૬ મીટરની કમ્પાઉન્ડ વોલ.

આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ કીંતુભાઈ, ફાયર કમિટી ચેરમેન કાનાભાઈ શહેર સંગઠન પ્રમુખ તેજસભાઇ, મહામંત્રી હિરેનભાઈ, સંજયભાઈ પટેલ, ચીફ ઓફિસર રુદ્રેશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.