Western Times News

Gujarati News

નડિયાદઃ ૫૩ જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂ.૬૬.૩૪ લાખના વિદેશી દારૂ પર બ્લુડોઝર ફેરવી દેવાયું

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પોલીસ ડિવિઝનના જુદાજુદા ૪ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલો રૂપિયા ૬૬.૩૪ લાખનો વિદેશી દારૂ પીજ ચોકડી નજીકના સર્વિસ રોડ પર લાવી તેના પર બ્લુડોઝર ફેરવી દઈ દાસ કરવામાં આવ્યો છે

મળતી માહિતી મુજબ નડિયાદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ મથકના કુલ ૫૩ જેટલા ગુનાઓમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો છે. જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ૧૩ ગુનાના ૯૬૬૫ બોટલો, વડતાલ પોલીસ સ્ટેશનના ૧૦ ગુનાના ૧૧૫૬, ચકલાસી પોલીસ સ્ટેશનના ૧૭ ગુનાના ૨૨૪૬૧ અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ૧૩ ગુનાના ૨૦૮૩ બોટલો મળી

૩૫,૩૫૬ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા ૬૬ લાખ ૩૪ હજાર ૫૭૩નો નાશ કરવામાં આવ્યો હતો. નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી બાજપાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરાયો છે.

વિદેશી દારૂની બોટલો પર બ્લુડોઝર ફેરવી દેવામાં આવ્યો છે. નડિયાદ ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, કોર્ટની મંજૂરી મેળવી આ દારૂનો નાશ કરાયો છે સાથે સાથે રેલવે પોલીસના ગુનામાં પકડાયેલ દારૂનો પણ નાશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.