Western Times News

Gujarati News

નડિયાદની યુવતિએ સતત ૫મી વખત યોગાસનમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, સાક્ષરભૂમી તરીકે ઓળખાતું નડિયાદ શહેર ‘યોગાસન’ની દુનિયામાં સતત આગળ વધી રહ્યું છે. યોગ એ શરિરના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને વ્યક્તિની વિચારવાની શક્તિમાં વધારો કરે છે.

નડિયાદની ૨૮ વર્ષિય યુવતીએ સતત ૫મી વખત યોગાસનમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. તેણીએ ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત ૧૭ મિનિટ ૧૪ સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

નડિયાદમાં કપડવંજ રોડ પર નિર્મલ નગર એ-૩માં રહેતી ટવીન્કલ હિતેશભાઈ આચાર્ય હાલ એસ્ટ્રોલોજી એન્ડ યોગ પર રિસર્ચ કરી રહી છે. તેણીએ તાજેતરમાં ૨ સપ્ટેમ્બરના રોજ યોગાશ્રમ,ઓમ કારેશ્વર મંદિર ખાતે આસનોમાં કઠિન ગણાતું આસન ‘અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન’ સતત ૧૭ મિનિટ ૧૪ સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ટવીન્કલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવતા સ્થાન અપાયું છે.

આ અગાઉ પણ ટવીન્કલ આચાર્યએ ૨૭ માર્ચ ૨૦૨૨ના રોજ સંતરામ મંદિર નડિયાદમાં ‘પિંડાસનયુક્ત્તા સર્વાંગ આસન’ સતત ૧૧ મિનિટ સુધી ટકાવી રાખી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૨૧ જુન ૨૦૨૨ના રોજ ‘મરિચ્યાસના’ માં સતત ૯ મિનિટ ૧૫ સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરીથી સ્થાન મેળવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.