નડીઆદના એસટી બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાઓના લીધે મુસાફર પરેશાન
નડિયાદ, શહેરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનમાં મોટા પડી ગયેલા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા છે બસ સ્ટેન્ડમાં જેવી બસ પ્રવેશે છે ત્યારે ખાડામાં પડતા બસના વીલ ના પગલે મુસાફરો બસમાંથી આંચકા અનુભવે છે એટલું જ નહીં ખાડામાં પડેલા બસના વીલ ના કારણે પાણીના ફુવારા ઉડતા હોય મુસાફરના કપડાં બગડે છે
નડિયાદનું એસટી બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી મુસાફરો માટે ત્રાસદાયક બની ગયું છે મુસાફરો ની સ્થિતિ કફોડી બની જાય છે હાલમાં ચોમાસાની ઋતુ છે વરસાદના ઝાપટા પડે છે ત્યારે બસ સ્ટેન્ડ માં ઘણી જગ્યાએ છત માથી પાણી પડતું હોવાની બૂમો, શૌચાલય મા ગંદકી જેવી બુમો ઉઠવા પામી છે એટલું જ નહીં હાલમાં બસટેન્ડ માં મોટા મોટા ખાડા પડી ગયા છે
આ ખાડામાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે જેવી બસ બસ સ્ટેન્ડ માં પ્રવેશ કરે એટલે બસમાં બેઠેલા મુસાફરોને ધરતીકંપ થયો હોય તેમ આંચકા અનુભવાયા પડે છે બસના વીલ ખાડામાં પડતા હોય પાણીના ફુવારા ઉડે છે જેના કારણે મુસાફરો ના કપડા બગડતા હોવા ની પણ બૂમો ઉઠવા પામી છે આ અંગે નડીયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા એસ ટી તંત્રને વારંવાર લેખીત રજૂઆત કરાઈ છે. કે બસ સ્ટેન્ડ મા પડેલ ખાડાઓ પુરવામાં આવે