Western Times News

Gujarati News

નડિયાદમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા

(પ્રતિનિધિ) નડિયાદ, સોમવારે વાવાઝોડા બાદ ત્રીજા દિવસે પણ નડિયાદ સહિત જિલ્લામાં જાણે ચોમાસુ જામ્યો હોય તેવો વાતાવરણ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદના ભારે ઝાપટા જોવા મળ્યા હતા જેના કારણે જનજીવન પર સીધી અસર છે તો વળી ખેડૂતો પાયમાંલ બન્યા હોવાનું જોવા મળી રહ્યો છે જિલ્લામાં ઘણા વિસ્તારમાં આજે સવારથી જ વીજળી બંધ થઈ ગઈ હતી નડિયાદની વાત કરીએ તો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર જોવા મળી છે

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અનખ વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ નુકશાન થયું છે. ત્યારે હજી પણ વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ૪ઃ ૩૦ આસપાસ આવેલા જોરદાર વરસાદી ઝાપટાના કારણે નડિયાદ શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ગાજવીજ અને વિજળીના ચમકારા સાથે વરસાદ વરસતા ખેત પાકમાં પણ વ્યાપક નુકશાન થયું છે. વરસાદ પડતાની સાથે જ ઘણી જગ્યાએ વિજળી પણ ડુલ થઈ ગઈ હતી. વૈશાખમાં અષાઢી જેવો માહોલ થતા જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદે અનેકના નુકશાનીમા ઉતારી દીધા છે. સરકાર દ્વારા જાનમાલને અને ખેતી પાકનો સર્વે કરી યોગ્ય વળતર આપવા માગ કરવામાં આવી છે.

વાવાઝોડાનાકારણે ખેડૂતોના ખેતરમાં બાજરીના ઉભા પાકનો સોંથ વળી ગયો છે સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસતા જિલ્લા માં હાલ ખેડૂતોના ખેતરમાં તૈયારી ના આરે આવેલ ઉનાળુ ડાંગર ના પાક નો પણ સોથ વળી ગયો છે આ ઉપરાંત ખેડૂતોના ખેતરમાંના ઘાસચારાના પાકને પણ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે

જ્યારે કઠલાલ કપડવંજ નડિયાદ સહિતના પંથકમાં ખેડૂતોના શાકભાજીના પાકને પણ વાવાઝોડા અને વરસાદના કારણે નુકસાન થયું છે તેમાં ગઈકાલે ફુકાયેલ વાવાઝોડાના કારણે ખેડૂતોના ખેતરોમાંના ગીલોડીસહિતના પાકના માંડવા જમીન દોસ્ત થઈ ગયા છે આ તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં ચિકોરીના પાકના ઢગલા પણ વરસાદમાં પલડી જતા નુકસાન થયું છે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.