Western Times News

Gujarati News

નડિયાદના નરસંડામાં KGNમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાના નરસંડામાં આવેલ ખ્વાજા નગર સોસાયટીમાં મદ્રસામાં કુરાનની તાલીમ લેતા નાના બાળકોનું ઈદે મિલાદના પર્વને અનુસંધાનમાં નરસંડા મસ્જિદના પેસ ઇમામ મૌલાના તોફીક અલી સૈયદના અધ્યસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમની શરૂઆત મુજીબ અશરફી અને મુફિ્‌ત રજા એ શાનદાર નજમ પેશ કરીને કરી હતી ત્યારબાદ કેજીએન સોસાયટીના મોલાના જૈનઉદ્દીન અશરફી ના હાથ નીચે તૈયાર થયેલા ૨૭ નાના બાળકોએ પ્રોગ્રામ રજૂ કર્યું હતું. જેમાં તકરીર ,સવાલ જવાબ, નજમ, કુરાનની આયાતો તથા હદિશ ની સમજ વગેરે નો સમાવેશ થાય છે

મલેક સુજાનબાનુ અલ્તાફ હુસેન નામની નાની બાળકી હૈ ગુસલ કા તરીકા વિશે પોતાની આગવી સ્ટાઇલમાં સમજ આપી હતી.નાના બાળકોના આ પ્રોગ્રામથી પ્રભાવિત ખ્વાજા નગર સોસાયટીના અગ્રણીઓએ પોતાના તરફથી ભેટ સોગાતો તેમજ રોકડ રકમ ઇનામ રૂપે આપ્યા હતા

આ પ્રસંગે સોયબમિયા મલેક, સમીરભાઈ તલાટી, શરીફ ભાઈ મન્સૂરી, સમીરભાઈ દિવાન, મલેક જહીરમિયા કંડકટર, મૌલાના જેનુદ્દીન અશરફી, અલ્તાફમિયા મલેક, હજ કમિટીના સભ્ય ફૈયાજઅલી સૈયદ, મુક્ત્યાર મલેક સહીત મોટી સંખ્યામાં ખ્વાજા નગર સોસાયટી , ઇન્દિરા નગર ,અકશા પાર્ક સોસાયટી વગેરેમાંથી રહીશો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મુસ્તુફામિયા મલેક દ્વારા થયું હતું જ્યારે અંતમાં મોલાના અશરફીએ દુઆ કરી હતી

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.