નડિયાદ – મહેમદાવાદ નવા બનેલા રોડ પર ભુવો પડ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહેમદાવાદ રોડ પર વરસોલા પાસે નવા બનેલા રોડ પર ભુવા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ રોડની ગુણવત્તા વિશે પણ પ્રજામાં પ્રશ્નો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબભારે વરસાદને પગલે નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ પર વરસાદમાં મહાકાય ભૂવો પડ્યો છે. મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાત્રીના સમયે મુસળધાર વરસાદના કારણે ભૂવો પડ્યો હતો. મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટુ ગાબડું પડતા સ્થાનિકોએ સાવચેતી માટે લીલા લાકડા લગાવી વાહનચાલકોને સાવચેત કર્યા છે.
જાગૃત લોકો કહે છે કે આ રોડ તાજેતરમાં બન્યો છે છતાં પણ યોગ્ય અને ગુણવત્તા યુક્ત કામગીરી ના થતી હોય આ ભુવો પડ્યો છે જવાબદાર સામે પગલાં ભરાય તેવી માંગ પણ ઉઠવા પામી છે આ ભુવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી છે હાલમાં પ્રજાએ લીલા ડાળખી ઝાડની મૂકી છે પરંતુ રાત્રી સમયે વાહન ચાલકોને ભુવો દેખાઈ ના ત્યારે અકસ્માતની શક્યતા દેખાય છે.