નડિયાદ મનપાનું રૂ. ૮૯૭ કરોડનું પ્રથમ બજેટ મંજૂર

નડિયાદ, નવરચિત નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વહીવટદારની ઉપસ્થિતિમાં મહાપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકા વિસ્તારમાં વિકાસના કાર્યાે માટે રૂ. ૮૯૭ કરોડના બજેટ પર મહોર લગાવી હતી. બજેટમાં નગર આયોજન અને નાગરિક સુવિધાના કામો માટે રૂ.૫૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
તેમજ સરદાર પટેલની કર્મભૂમીની આગવી ઓળખ ઉભી કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ અને મેમોરિયલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ૧૦ સિવિક સેન્ટર, ૨૦ ફાયર સ્ટેશન, બગીચા, ઢોરડબ્બા, ગૌશાળા, એનિમલ હોસ્ટેલ, સિટી બસ સ્ટેશન નેટવર્ક, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જાહેર શૌચાલય સહિતના માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
નડિયાદ નગરપાલિકાને તા.૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવામાં આવી હતી. જેમાં પાલિકા વિસ્તાર ઉપરાંત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ મળી ૧૦ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ત્યારે તા.૧૯ ફેબુÙઆરીને બુધવારે મહાનગરપાલિકામાં વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ મનપાની પ્રથમ બજેટ બેઠક મળી હતી. મનપા વિસ્તારનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવા માટે પ્રથમ બજેટમાં રૂ.૮૯૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.SS1MS