નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં સમુહ લગ્ન યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાના નરસંડામાં જસને આમદે રસુલ મિલાદ અને સમૂહ લગ્નનો ભવ્ય પ્રોગ્રામ ખાનદાને દરિયાઈ દુલ્હા ના પીરે તરીકત મદની બાવા ના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં જ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત નરસંડા મસ્જિદના પેસ ઈમામ સૈયદ તોફીક અલી એ કુરાને તિલાવત થી કરી હતી
ત્યારબાદ દુઆ મદની બાબાએ કરી હતી મહત્વની વાત એ છે કે આ પ્રોગ્રામમાં નરસંડા ના ખલીફ-એ હુઝૂર શૈખુલ ઈસ્લામ વ ખલીફ-એ મુફતીએ ગુજરાત વહોરા અબ્દુલકૈયુમ અબ્દુલરહેમાન ના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ યુગલ નીકાહ ના બંધનમાં બંધાયા હતા આ પ્રોગ્રામમાં શેખુલ કુરા કારી સાબ આણંદ વાળાએ કિરાયત પોતાની અંદાજમાં રજૂ કરી હતી.
દાદાબાપુ રુપાલ વાળાએ લગ્નના બંધનમાં બંધનારા વર કન્યાને પોતાનું લગ્નજીવન સુખમય બને તેવી દુઆ કરી હતી આ પ્રોગ્રામમાં મયુદ્દીન હિંમતનગર વાળાએ નાત પેશ કરી હતી અમીનુલ કાદરી (ઉમરેઠ) હાફીઝોકારી મોહમ્મદ ઇદ્રીશખાન અસરફી, (બાલાસિનોર) અલ્હાજમુફતી અશરફ રઝા ,હાફીઝોકારી હબીબુલ્લાહ વગેરે વિવિધ મુદ્દાઓ પર બયાન કર્યું હતું
અબ્દુલ કાદર બાવા નાપા, જાકીર બાપુ નાપા, અમલી વાલા પરિવાર અમદાવાદ, મુફતી અસગર અલી અમદાવાદ ખાસ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં વર્ષ દરમિયાન પડવામાં આવેલા ૧૨ લાખ,૧૨, હજાર બાર કુરાન, ૧.૩૪ અજબ થી વધુ દરુદ શરીફ,૩૬.૮૫ કરોડ કલમા શરીફ ની સાથે સાથે ૨૦૧ વઝાઈફ મર્હુમ ઓ ને ઈશાલે સવાબમાં પેશ કર્યું થયા હતા દેશમાં અમન અને શાંતિ રહે તેમજ કોમી ભાઈચારો જળવાઈ રહે તેવી ખાસ દુવા કરવામાં આવી હતી.