નડિયાદ પોલીસે ચાઈનીઝ દોરીથી બચવા સ્ટીયરીંગ ગાર્ડ ફ્રીમાં લગાવી આપ્યા
(પ્રતિનિધિ) નડિયાદ, અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને .જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા એ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના આપી હતી.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ભરવાડ નડીયાદ ટાઉન પો.સ્ટેશન નાઓએ “જીવન અમુલ્ય છે”તેવી યુકતિ સાર્થક કરવા સારુ આજરોજ ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા સારુ તેમજ મકરસંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહિ તે
સારુ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટેયરીંગ ગાર્ડ લગાવવા અથવા ગળામાં મફલર/ રૂમાલ બાંધવા અપીલ કરવામાં આવી હતી એટલુજ નહિ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ભરવાડ નાઓએ તેઓની ટીમ સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને ફ્રીમાં સ્ટેયરીંગ ગાર્ડ લગાવી હતી.