નડિયાદમાં પ્રગતિનગર હાઉસીંગ સોસાયટીના પીડિતોને 5 વર્ષ પછી પણ મકાનો મળ્યા નથી
પાંચ વર્ષ બાદ પણ મકાનો ના મળતા કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, કમિશનર ગુજરાત હાઉસીંગ બોર્ડ,અમદાવાદ. ને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરીને નડિયાદ પ્રગતિનગરના લોકોને વહેલી તકે મકાન આપવા માંગ કરી છે.
નડિયાદ શેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા દાયકાઓ પહેલા નડિયાદ શહેરમાં કપડવંજ રોડ ઉપર આવેલ પ્રગતિનગરમાં ઓછી આવક ધરાવતા ૯૦૦ જેટલા ગરીબ પરિવારો માટે એલ.આઇ.જી સ્કીમ હેઠળ ત્રણ માળના મકાનો બનાવવામાં આવ્યા હતા. ગત તા. ૯ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ચોમાસાની સિઝનમાં ત્રણ માળના મકાનનો કેટલોક ભાગ એકાએક તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
જેમાં એક માસુમ બાળકી સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા તેના જે તે સમયે ખૂબ જ ઘેરા પ્રત્યઘાત પડયા હતા. તેથી રાજ્ય સરકારે બાંધકામ એન્જીનીયરોના અભિપ્રાયને ધ્યાનમાં લઇ આ મકાનો અત્યંત જર્જરિત ભયજનક અને – રહેવાલાયક સ્થિતિમાં રહ્યા ન હોઇ
પ્રગતિનગર હાઉસીંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવા રાતોરાત મકાનો ખાલી કરાવ્યા હતા અને બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને ઝડપથી નવા મકાન બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. –
જેને પાંચ વર્ષ પુરા થઇ ચુક્યા હોવા છતાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ગરીબ પરિવારોને જણાવ્યા મુજબ નવા મકાન બનાવવા અંગેની પ્રક્રિયા આજદિન સુધી હાથ ધરેલ નથી. પ્રગતિનગર પુનેશ્વર એપાર્ટમેન્ટ – એસોસીએશન પણ બનાવ્યું છે અને તેના માધ્યમથી તેઓ જ્યાં ત્યાં પ્રગતિનગર હાઉસીંગ બોર્ડનામકાનોને રીડેવલોપ કરવા રજુઆતો પણ કરી રહ્યા છે પરંતુ અસરગ્રસ્ત પરિવારો આર્થિક રીતે ખુબ જ ગરીબ સ્થિતિના હોઇ તેઓની રજૂઆત કોઇ સાંભળી રહ્યું નથી વહેલી તેકે આ મકાનો આપવામાં આવે તેવી માંગ છે