“મા શક્તિ ઉત્સવ”માં દિવ્યાંગ બાળકો અને પરિવાજનોએ રાસની રમઝટ બોલાવી
- સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ અને સક્ષમ થેરાપી સેન્ટર દ્વારા રાસોત્સવનું આયોજન.
Nadiad, સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ અને સક્ષમ થેરાપી સેન્ટરના સહયોગથી વિ-ક્લબ વુમન નડિયાદ દ્વારા “મા શક્તિ ઉત્સવ” અંતર્ગત દિવ્યાંગ બાળકો અને પરિવાજનો માટે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પેશ્યલ બાળકો દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી.
એટલું જ નહીં પરતું આ ભક્તિમાં બાળકોની સાથે મહાનુભાવોએ પણ સાથ પુરાવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આ અનોખા આયોજન થકી દિવ્યાંગ બાળકોને તેમની શક્તિઓને ઉજાગર કરવાનો તક મળી રહે અને તેનાથી બાળકોમાં અતૂટ આત્મવિશ્વાસ ઉદ્ભવે તે હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ બાળક ઘરમાં હોવાથી પરિવારજનો પણ બહાર નીકળી ન શકતા હોય, તેથી જ આ રસોત્સવનું આયોજન કરી તેમને અને તેમના બાળકોને ગરબે જુમાવ્યા હતા.