Western Times News

Gujarati News

રૂ.૮૦ કરોડના ખર્ચે નડિયાદના સંતરામ રોડને ફ્‌લાય ઓવરબ્રિજથી સાંકળી લેવા રજૂઆત

પ્રતિકાત્મક

નડિયાદને સરકારી મેડિકલ કોલેજ,નવું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ,ઈન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ, નવી એસ.પી.કચેરી બનાવવાની પંકજભાઈ દેસાઈની સરકારમાં લાગણી અને માંગણી

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય અને પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે હંમેશા તત્પર રહેતા પંકજભાઈ દેસાઈએ તાજેતરમાં વિધાનસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા હવે કોર્પોરેશનની સાથે ખેડા જિલ્લાનું હબ બન્યું છે. રેલવે વિભાગે અને વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક ઓવરબ્રિજ મંજૂર કરી આપ્યો હતો.

જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો શ્રેયસ ગરનાળા પર ફ્‌લાયઓવરને મંજૂરી આપી છે ત્યારે નડિયાદના મુખ્ય હૃદય સમાન ગણાતા સંતરામ મંદિર રોડ, જેને દાંડી માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રોડ માટે આ ફલાય ઓવરબ્રિજ વધારીને મહાગુજરાત હોસ્પિટલ સર્કલ સુધી વધારવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા ૮૦ કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવે તો,

સમગ્ર સંતરામ રોડ ઉપર ફલાય ઓવરબ્રિજ થાય અને નીચે રહેલા માર્ગ ઉપર દરરોજ સમગ્ર જિલ્લામાંથી નિયમિત આવતા અને સતત ૨૫૦૦૦ પ્રજાજનોથી ધમધમતા આ રોડ ઉપર અવરજવરને ઘણી જ શુગમતા અને સરળતા પ્રાપ્ત થાય તેમ છે. હાલમાં આ ભારે કંજેસ્ટેડ થયેલો રોડ પહોળો થઈ શકે તેવી કોઈ શક્યતાઓ નથી

ત્યારે સરકાર દ્વારા સત્વરે વિચાર કરવામાં આવે અને ફલાય ઓવરબ્રિજ સત્વરે બને તથા પ્રજાની સમસ્યા હલ થાય તેવી હું સરકાર સમક્ષ માગણી કરું છું. હવે આ માગણી જો સંતોષાય તો નડિયાદ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમ માટેની રાહત થઈ જાય તે સૌના માટે શુભકારી અને હિતકારી છે.

ખેડા જિલ્લાના લોકપ્રિય અને સૌથી સક્ષમ-સબળ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વર્તમાન વિધાનસભામાં નડિયાદને ચાર ચાંદ લગાવવા માટે તથા વડતાલ યાત્રાધામનો સાર્વત્રિક વિકાસ થાય તથા કણજરી અને વડતાલને વિધુતક્ષેત્રમાં ખેડા જિલ્લામાં સમાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.આ માગણી સરકાર દ્વારા સંતોષાતાં જ નડિયાદને ચાર ચાંદ લાગી જશે.

જ્યારે વડતાલને નવું પોલીસ સ્ટેશન મળશે અને કણજરીની વીજ સમસ્યાનો સંપૂર્ણ નિકાલ થઈ જશે. ગાંધીનગરથી પ્રાપ્ત વિગતો જોઈએ તો,ગુજરાત વિધાનસભામાં માગણીઓ પરત્વેની પ્રશ્નોત્તરીમાં, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિવિધ દિવસો દરમિયાન સરકારના જે તે સંબધિત મંત્રાલયોમાં રજૂઆતો કરીને પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરી છે કે, નડિયાદ નગર પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે

ત્યારે તેમાં ઓક્ટ્રોયની ગ્રાન્ટ, સીટી બસની ગ્રાન્ટ, આ બધું થશે તો વહીવટી સરળતા માટે આ ગ્રાન્ટ બીજે એડજેસ્ટ કરી અને સરકાર આ નવરચિત મહાનગરપાલિકામાં આપવા માંગે છે કે કેમ??તથા કર્મચારીઓની વહીવટી મંજૂરી આપવાની બાકી છે તે આપવા માંગે છે કે કેમ..?? તે અંગે શહેરી વિકાસ મંત્રાલયને સીધો પ્રશ્ન પૂછ્યો હતો.

આ ઉપરાંત ગૃહ વિભાગને પ્રશ્ન પૂછતાં પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,ડી.એસ.પી. ઓફિસ નડિયાદમાં ઘણા સમયથી સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે.તો નવી એસપી કચેરી બનાવવા માટે આ બજેટમાં કોઈ પ્રોવિઝન કરવા માંગો છો કે કેમ ??બીજું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે.અને તેનું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે.પણ હાલનું પોલીસ સ્ટેશન ધર્મશાળાની બિલ્ડીંગમાં બેસે છે. ત્યારે ત્યાં નવું પોલીસ સ્ટેશન સરકાર બનાવવા માંગે છે કે કેમ ?તેઓ પ્રશ્ન પૂછયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.