નડીઆદ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનો ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો
નડીઆદમાં હઝરત શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મોહમ્મદ મદનીમિયાં-હઝરત હમઝા અશરફનુ ભવ્ય સ્વાગત
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)
નડીઆદની ધરતી ઉપર લગભગ ૧૭ વર્ષ પછી શહેર નડીઆદમા હઝરત શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મોહમ્મદ મદનીમિયા અશરફી જીલાની સાહબ અને તેમના જાનશીન હઝરત સૈયદ હમઝા અશરફ સાહબ સાથે આગમન થયું હતું મોટી સંખ્યામાં અકીદતમંદોનું સ્વાગત કરવા જાેડાયા હતા.
અને નડીઆદ મા તા ૧૪-૧૫-૧૬ ત્રણ દિવસ રોકાયા હતા જેમા તા ૧૫-૧૨-૨૨ના રોજ મોહદીસે આઝમ નગરમા જાનશીને શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ હમઝા અશરફ સાહબે મદ્રસ-એ સૈયદા શમીમાખાતુનની સંગે બુનિયાદ કરી હતી.
તા.16-12-2022ને શુક્રવારના રોજ જાનશીને શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ હમઝા અશરફ સાહબે નડીઆદ શહેરની હમઝા મસ્જિદ ખાતે જુમ્માની નમાઝ પઢાવી હતી અને હઝરત શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મોહમ્મદ મદનીમિયા અશરફી જીલાની સાહબે દુવા ફરમાવી લોકોને મુરીદ બનાવી અશરફી ફૈઝાનથી ફૈઝયાબ કર્યા હતા,
સાદાતે કિરામ, ખુલ્હાએ શૈખુલ ઇસ્લામ અને ઉલ્માએ કિરામ તથા મોટી સંખ્યામાં અકીદતમંદોએ નમાઝ અદા કરી હતી. આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવા માટે નડીઆદ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સૈયદ સલાહુદીન બાપુ અને તેમની ટીમના સભ્યોએ ભારે મહેનત કરીને આ કાર્યક્રમ ને સફળ બનાવીયો હતો.