Western Times News

Gujarati News

STORY BANK એપ્લિકેશન લોન્ચ કરાઈ – બાળકો માટે પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો

નડિયાદની શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ભવ્યતિભવ્ય રીતે ઉજવાયો

  • “STORY BANK એપ્લિકેશન હવે લાઈવ – વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને પ્રેરણાનું નવીન પ્લેટફોર્મ”

  • “શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજના આશીર્વાદથી STORY BANK એપ્લિકેશનનું અનાવરણ”

નડિયાદ, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

આ વર્ષે વર્તમાન મહંત દ્વારા સંપાદિક અને લેખિત *શ્રીમુખવાણી* ની થીમ ઉપર વાર્ષિક ઉત્સવ ઉજવાયો નર્સરી થી ધોરણ ચાર સુધીના આશરે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના જીવન દ્રષ્ટાંતો ઉપર સુંદર વિવિધ પરફોર્મન્સ આપ્યા હતા.

આ વિશેષ અવસરે “STORY BANK” એપ્લિકેશન નું પ્રેરણાત્મક લોન્ચિંગ પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું, જે એકેડેમિક ડાયરેક્ટર ડૉ. પ્રણવ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ વિકસિત થઈ છે. આ એપ્લિકેશન બાળકો માટે પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો બની રહેશે.આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર સંત સત્યદાસજી મહારાજે સ્વાગત પ્રવચન કરી તમામ બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

જ્યારે પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ પણ તમામ વાલી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર ડૉ. પ્રણવ દેસાઈ એ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ તેમજ ભવિષ્યની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપી હતી તેમજ પૂજ્ય ગણેશદાસજી મહારાજ,પૂ. નિર્ગુણદાસજી મહારાજ ,

ખેડા જિલ્લાના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદના પૂર્વ પાલિકા કિન્નરી શાહ , શિક્ષણ અધિકારી અલ્પેશભાઈ , કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટિંગ હેડ જય પટેલ, ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ, શ્રી સંતરામ કેળવણી મંડળના તમામ સભ્યો અને હોદેદારોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા

વિરલભાઈ શાહ, નગીનભાઈ પટેલ અને આચાર્ય જૈમિનીબેન પટેલ દ્વારા આયોજિત કરાયું હતું. આ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ દાતાશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.