નડિયાદમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આઝાદિના અમૃત મહોત્સવ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહયો છે. જેના ભાગસ્વરૂપે વિધાનસભાના મુખ્યદંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્યના વડપણ હેઠળ આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ યાત્રામાં કેન્દ્રના સંચાર રાજયમંત્રી દેવુસિંહજી ચૌહાણ, ભા.જ.પા પ્રદેશ મંત્રી જહાન્વીબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ વિકાસભાઈ શાહ, અજયભાઈ બ્રહમભટ્ટ, નટુભાઈ સોઢા વગેરે સંગઠનના પદાધિકારીઓ સહિત શાળા–મહાશાળાઓના વિધાર્થીઓ પણ જાેડાયા હતા. દેશના લોખંડી પુરૂષ તેમજ પ્રથમ નાયબ વડાપ્રધાન સ્વ. સરદાર પટેલ સાહેબના જન્મસ્થાને પહોંચીને સૌએ શ્રધ્ધાસુમન અર્પણ કરયા હતા.
આજની અદભુત અનન્ય સર્વણનિય ત્રિરંગા યાાત્રાને જાેતાં સમગ્ર શહેર આજે રાષ્ટ્રભકિતમાં તરબતર બની ગયું હતું. આજની યાત્રાએ હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગા ની ઉકિતને ચરિતાર્થ કરી હોય તેવુ જાેવા મળ્યુ હતુ. મુખ્યદંડક પંકજભાઈ દેસાઈની રાષ્ટ્રભાવનાની આહલેકની આજે મૃતિમંત કરતી જાેવા મળી હતી, રાષ્ટ્રભાવના એ જીવનશૈલી છે તે આજે નડિયાદની જનતાએ સાબિત કરી દીધું છે.