નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડિયાદ પોલીસ

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૭/૨૦૨૪ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ હોય જે ડ્રાઈવ અનુસંધાને ના.પો.અધિ. વી.આર.બાજપાઈ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓની સુચનાથી ઈ.ચા સર્વેલન્સ પો.સબ.ઇન્ એન.જે.પંચાલ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર, નિકુંજકુમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૪૦૪૫૨૩૦૫૫૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ ઈ,૮૧,૯૮(૨), ૯૯,૧૧૬ (બી) મુજબના ગુનામા સંડોવાયેલ આરોપી દિપક ઠાકોર નાનો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને સદર આરોપી હાલમાં ખોડિયાર ગરનાળા નજીક ગેરેજ દુકાન બહાર ઉભો છે.
જે બાતમી આધારે તપાસ કરતા આરોપી દિપકભાઈ ઉર્ફે ભયલું મુકેશભાઈ ઠાકોર રહે. ઠાકોરવાસ ચંપા તલાવડી પાસે પવનચક્કી રોડ નડિયાદ તા.નડિયાદ જી.ખેડા નાઓ મળી આવતા પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાનુ જણાવતા આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.