ચોરાયેલ ઈકો ગાડી સાથે આરોપીઓને ઝડપી પાડતી નડીયાદ ટાઉન પોલીસ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઇનાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ સાહેબ નાઓની સુચના મુજબ
સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેઙકો સુભાષચંન્દ્ર, રધુવીરસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે ખેડા ટાઉન વિસ્તારમાંથી ઇક્કો ગાડી ચોરી કરી નાસી જનાર બે ઇસમો ચોરીની ઇક્કો ગાડીમાં ન્યુ શોરક ગ્રાઉન્ડમાં બેસેલ છે.
ન્યુ સદર ઇક્કો ગાડીનો નંબર જી.જે.૦૭.એઆર.૩૮૨૪ નો છે. જે બાતમી આધારે બંને ઇસમોને પકડી ઇક્કો ગાડી બાબતે ખાત્રી તપાસ કરતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ગુર.નં. ૧૧૨૦૪૦૨૫૨૩ ૦૨૦૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોય.
જેથી સદર ઇસમો પાસેથી મળી આવેલ ઇક્કો ગાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ કબ્જે કરી બંને ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.