Western Times News

Gujarati News

નડિયાદની મહિલાને ઊંચા વળતરની લાલચ આપી ૧ કરોડની છેતરપિંડી

નડિયાદ, નડિયાદની મહિલાને તેમના પરિચિત ઈસમે ફંડમાં રોકાણ કરી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી હતી. જેથી આ મહિલાએ ફંડમાં રોકાણ કરવા રોકડ તેમજ સોનાની પાંચ લગડીઓ મળી ૧ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપી હતી. જે બાદ ઈસમે નાણાં પરત ન કરતા આ મામલે મહિલાએ ગુનો નોંધાવ્યો છે.

નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ સામે ઉત્તમ પાર્કમાં રહેતા જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસના ઘરે તેમના પતિના મિત્ર નીરવ જશવંતભાઈ સોની (રહે. લેન્ડપાર્ક, ગીતાંજલિ ચોકડી, નડિયાદ) અવારનવાર મળવા આવતા હતા. આ દરમિયાન નીરવ સોનીએ જૈમીની બેનને હેજ ફંડમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી હતી.

જેથી જૈમીનીબેને તેમની વાતોમાં આવી વર્ષ ૨૦૧૯માં ૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જે થોડા સમય પછી પરત આપ્યા હતા. વિશ્વાસ બેસતાં જૈમીનીબેને અમદાવાદમાંનું મકાન વેચી તેના રૂપિયા તા. ૧૭/૭/૨૦૧૯થી ૨૮/૧૦/૨૦૨૪ દરમિયાન નિરવ સોનીના ખાતામાં ટ્રાન્ફર કર્યા હતા.

ઉપરાંત સોનાની પાંચ લગડીઓ પણ આપી હતી. જે પરત આપતા જૈમિનીબેને તપાસ કરાવતા તે ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી અસલી સોની લગડીઓ તથા ફંડમાં નાણાંના વળતરની રકમ માંગતા નીરવ સોનીએ વોટ્‌સએપ પર રૂપિયા ટ્રાન્સફર કર્યાનું બતાવ્યું હતું.

પણ આ નાણાં બેંકમાં જમા થયા ન હતા. દરમિયાન ૨૨/૦૨/૨૦૨૫ના રોજ જૈમીની બેનને નિરવ સોની અને તેની પત્ની મળતા પૈસાની તેમજ સોનાની લગડીની માંગણી કરતા નીરવ સોનીએ મેં તમે આપેલ રોકડનું રોકાણ કરેલું નથી. મારા અંગત કામમાં વાપરી નાખ્યા છે.

આ પૈસા નહીં મળે તેમ કહી ઝઘડો કર્યાે હતો. તેમજ પૈસા માંગે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ નિરવ સોનીએ ફંડમાં રોકાણ કરાવી પૈસા તેમજ સોનાની લગડીઓ મળી ૧,૦૧,૩૧,૦૦૦ પરત ના આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.

આ બનાવ અંગે જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે નિરવ જશવંતભાઈ સોની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.