લંડનમાં શોભિતા ધુલિપાલા સાથે નાગા ચૈતન્યની ડિનર ડેટ

મુંબઈ, નાગા ચૈતન્ય તેની પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. આશરે ચાર વર્ષના ડેટિંગ બાદ ઓક્ટોબર ૨૦૨૭માં સમંતા રુથ પ્રભુ અને એક્ટરે લગ્ન કર્યા હતા.
જાે કે, તેમની વચ્ચે મનમેળ ન થતાં ચાર વર્ષ બાદ એટલે કે ઓક્ટોબર ૨૦૨૧માં બંનેએ સેપરેટ થવાનો ર્નિણય લીધો હતો. સોશિયલ મીડિયા પર જ્યારે એક્સ કપલે આ ર્નિણયની જાહેરાત કરી તો ફેન્સને પણ આંચકો લાગ્યો હતો. જાે કે, નાગા ચૈતન્ય જીવનમાં હવે આગળ વધી ગયો છે અને શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવાની ખબર છે. Naga Chaitanya’s dinner date with Shobhita Dhulipala
બંનેએ હજુ સુધી તેમના રિલેશનશિપને કન્ફર્મ કર્યા નથી પરંતુ અત્યારસુધીમાં ઘણીવાર સાથે જાેવા મળ્યા છે. ફેબ્રુઆરીમાં આ લવબર્ડ્સ લંડનના વેકેશન પર ગયું હતું અને હવે ત્યાંથી તેમની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. લંડન ટ્રિપ દરમિયાન નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે ડિનર ડેટ એન્જાેય કરી હતી. આ માટે તેઓ ત્યાંની જામાવર નામની રેસ્ટોરાંમાં ગયા હતા.
ત્યાંના શેફ સુરેનદર મોહને એક્ટર સાથે તસવીર ક્લિક કરાવી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર પણ કરી હતી. જાે કે, આ તસવીરમાં કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી શોભિતા, જે સાડી પહેરીને બેઠી હતી અને હાથથી મોં છુપાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગતું હતું.
એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘શોભિતા અને ચૈતન્ય? હવે આ સંબંધોને ઓફિશિયલ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે. દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધે છે અને તેમાં કંઈ ખોટું નથી’. તો એક યૂઝર્સે સવાલ કર્યો હતો ‘શું પાછળ શોભિતા બેઠી છે?’. બંનેના કેટલાક ફેન્સે આ તસવીર શેર કરવા માટે શેફનો આભાર માન્યો હતો તો કેટલાકે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા.
નાગા ચૈતન્ય તેના નવા ઘર માટે પણ ચર્ચામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે તેણે હૈદરાબાદની પોશ કોલોનીમાં ૧૫ કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. જ્યાં તે એકલો રહેશે તે માતા-પિતા સાથે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ડિવોર્સ પહેલા સમંતા અને નાગા ચૈતન્ય જ્યુબલી હિલ્સમાં સાથે રહેતા હતા.
પરંતુ સેપરેટ થયા બાદ એક્ટર થોડા સમય માટે હોટેલમાં રહેતો હોવાની પણ ખબર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નાગા ચૈતન્ય પાસે ફિલ્મ ‘કસ્ટડી’ છે, જેનું શૂટિંગ થોડા સમય પહેલા જ શરૂ થયું છે. આ ફિલ્મમાં ક્રીતિ શેટ્ટી તેની ઓપોઝિટમાં જાેવા મળશે. આ સિવાય તે વેબ શો ‘દૂથા’ થકી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવાનો છે.SS1MS