IAS અધિકારીની બદલી થતા લોકો રડવા લાગ્યા
નાગપુર: એવા દ્રશ્યો ઘણા ઓછા જોવા મળે છે કે જ્યારે આખું શહેર કોઈ અધિકારીની વિદાય પર રડતું હોય. અધિકારીની ગાડી સામે ઊભા રહીને તેમને રોકાઈ જવાની અપીલ કરતા હોય મહિલાઓ પણ આ અધિકારીઓના પોસ્ટરો લઈને રસ્તા પર તેમના બદલી વિરોધ પ્રદર્શન કરી રહી હોય. વૃદ્ધો પણ અધિકારીને રોકાઈ જવા માટે હાથ જોડીને વિનંતી કરતા હોય. નાગપુરમાં પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું જ્યારે આઈએએસ અધિકારીની બદલીના વિરોધમાં આખું શહેર રસ્તા પર ઉતરી ગયું હતું.
હકીકતમાં નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના (Nagpur Municipal Comm. tukaram Mundhe) કમિશનર તુકારામ મુંઢેની બદલી થઈ હતી. તુકારામ મુંઢેને નાગપુરથી મુંબઇ (Mumbai) બદલી કરવામાં આવી રહ્યા છે.
શુક્રવારે જ્યારે તેઓ પોતાના સરકારી આવાસથી મુંબઈ જવા રવાના થયા ત્યારે ત્યાં ખૂબ જ ભાવુક નજારો જોવા મળ્યો. આમ તો સામાન્ય રીતે રાજ્ય સરકારો થોડા થોડા સમયે અધિકારીઓની બદલી કરે છે.
પરંતુ કોઈ અધિકારીની બદલી પર આ પ્રકારનો આક્રોશ અને અધિકારી પ્રત્યેનો પ્રેમ કદાચ પહેલીવાર જોવા મળ્યો હશે. જ્યારે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તુકારામ મુંઢેની બદલીના સમાચાર આવ્યા ત્યારે લોકો તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા અને ર્નિણયનો વિરોધ શરૂ કર્યો. લોકોના હાથમાં તુકારામના પોસ્ટરો હતા, જેમાં રીઅલ હિરો લખેલું હતું. તુકારામની બદલી નાગપુરના લોકોને પસંદ નહોતી. સ્થાનિક લોકોની માગ છે કે તુકારામ મુંઢેની બદલી અટકાવવામાં આવે અને ફરીથી નાગપુરમાં નિયુક્તિ કરવામાં આવે.
આ માગને લઈને લોકોએ શહેરના રસ્તાઓ પર જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે અધિકારી પોતાની કાર દ્વારા નવા ડ્યુટી સ્ટેશન પર જવા માટે નીકળી ગયા હતા. તુકારામ મુંઢે થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ હોમ આઈસોલેશનમાં હતા પરંતુ તે દરમિયાન જ તેમના ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો. તુકારામ મુંઢેની છબી પ્રામાણિક અધિકારીની છે. તે તેમના પ્રામાણિક કામ માટે જાણીતા છે.
પ્રદર્શન કરતા લોકો આઈએએસ અધિકારીના નિવાસસ્થાનની સામે બેસી ગયા. આ દરમિયાન વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી જ્યારે તુકારામ પોતાના સરકારી આવાસ પરથી રવાના થયા ત્યારે લોકો પણ તેમની પાછળ દોડવા લાગ્યા અને તેમને રોકાઈ જવાની અપીલ કરવા લાગ્યા. કેટલાક તો આંખોમાં આંસુઓ સાથે તેમની કારની સામે જ આવીને ઉભા રહી ગયા. તેમની કાર જે પણ રસ્તા પરથી ગુલાબ વરસાવવાનું શરૂ કર્યું.