શક્તિપીઠ શ્રી નૈના દેવીની ગુફા પાસેના જંગલમાં ભીષણ આગ

(એજન્સી)બિલાસપુર, હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી નૈના દેવીની ગુફા પાસેની પહાડીમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ કાબૂ બહાર ગઈ અને જંગલમાં આવેલા અનેક વૃક્ષોને લપેટમાં લઈ લીધા. જણાવવામાં આવી રહ્યું છે કે આગ રોપવે સ્ટેશન સુધી ફેલાઈ ગઈ છે.
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી નૈના દેવીની ગુફા પાસેની પહાડીમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ કાબૂ બહાર ગઈ અને જંગલમાં આવેલા અનેક વૃક્ષોને લપેટમાં લઈ લીધા. જણાવવામાં આવી રહ્યું છે કે આગ રોપવે સ્ટેશન સુધી ફેલાઈ ગઈ છે. તેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રોપ-વેના થાંભલાઓ પાસે પણ જ્વાળાઓ દેખાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આગ કેવી રીતે અને ક્યાંથી લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ, જંગલમાં તીવ્ર ગરમી અને સૂકા લાકડાના કારણે આગ ઝડપથી ભભૂકી રહી છે.