નામીબિયાથી 8 ચિત્તાને કેવી રીતે ભારત લવાયા
આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં બેભાન કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. આ પછી આ ચિત્તાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કે તેઓ બેહોશ થયા કે નહીં. ઘેનની દવા આપ્યા બાદ તમામ ચિત્તાઓને ફોરેસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા,
યાં પશુ ચિકિત્સકોની ટીમે ચિત્તાઓની તબીબી તપાસ કરી હતી. આંખે પટ્ટી બાંધેલી હતી. ભારત જતા પહેલા તમામ ચિત્તાઓની ફિટનેસ તપાસ કરવામાં આવી હતી. ફિટ થયા પછી, દરેક ચિત્તાના ગળામાં સેટેલાઈટ–જીપીએસ–વીએચએફ રેડિયો કોલર ફીટ કરવામાં આવ્યા હતા.
કારણ કે ભવિષ્યમાં દરેક ચિત્તાને ઓળખી શકાય. આ પછી આ ચિત્તાઓને બોઈંગના વિશેષ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ તમામ ચિત્તા નામીબીયાથી વિવિધ પ્રકારના ક્રેટમાં ભારતમાં લાવવામાં આવ્યા છે. ક્રેટસમાં ઘણા છિદ્રો હતા જેથી શરીરનું હલનચલન થઈ શકે. ક્રેટની અંદર દરેક વ્યવસ્થા કરવામાં આવીહતી.,
જેથી ચિત્તાને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. ક્રેટની અંદર રબરની સાદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેટની લંબાઈ અને પહોળાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેથી ચિતાઓ સૂઈ શકે અથવા ઊભા રહી શકે.આ ચિત્તાઓને આખી મુસાફરી દરમિયાન ભૂખ્યા રાખવામાં આવ્યા હતા. ,
જેથી લાઈટમાં તેમની તબિયત બગડે નહીં. આ ચિત્તા લગભગ ૧૧ કલાક સુધી ખાસ વિમાનમાં મુસાફરી કરી હતી. . બોઈંગ સ્પેશિયલ એરક્રાટ ૧૬ કલાક સુધી સતત ઉડવામાં સક્ષમ છે અને તેને હવામાં જ રિયુઅલ કરી શકાય છે.