Shark Tank India-2ના સેટ પર ખૂબ મસ્તી કરે છે નમિતા અને અમન
મુંબઈ, Shark Tank Indiaની બીજી સિઝન ટૂંક જ સમયમાં પ્રસારિત થવાની છે. આ રિયાલિટી શૉની પ્રથમ સિઝન લોકોને ખૂબ જ પસંદ આવી હતી. લોકોએ ટીવી પર તેમજ OTT પર એપિસોડ શોખથી જાેયા હતા. આટલુ જ નહીં, લોકોએ તેના પર ખૂબ મીમ્સ પણ બનાવ્યા. શાર્ક એટલે જે જજીસ પણ લોકોના ફેવરિટ બની ગયા. અને હવે શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સિઝન આવાવની છે.
શૉના પ્રોમો રીલિઝ થઈ ગયા છે. શાર્ક પણ બિહાઈન્ડ ધ સીન તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. શાર્ક નમિતા થાપરે પણ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયોમાં બોટમેન તરીકે ઓળખાતા અમન ગુપ્તા સાથે કરેલી મસ્તીની ઝલક દર્શાવી છે.
તમને જણાવી દઈએ કે અમન ગુપ્તા કો-ફાઉન્ડર છે જ્યારે નમિતા થાપર એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના છે. શાર્ક ટેન્કની પ્રથમ સિઝનમાં પણ અમન અને નમિતાની મિત્રતા જાેવા મળી હતી. બન્ને બોલિવૂડના ફેન છે અને તેમની વચ્ચે ઘણું સારું બોન્ડિંગ છે. નમિતાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેની સાથે લખ્યું કે, સુંદર મિત્રતા, અમૂલ્ય ક્ષણો..
આ BTS રીલ સિઝન ૨ના શૂટ સમયની છે, તેના પરથી તમે સમજી શકો છો. તેણે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, અમન ગુપ્તા, તમે ખરેખર સાફ દિલના વ્યક્તિ છો, જે જ્યાં પણ જાય છે ત્યાં પ્રેમ વરસાવે છે. વીડિયોમાં તમે જાેઈ શકશો કે અમન અને નમિતા ગરબા કરી રહ્યા છે. અમન જ્યારે તૈયાર થઈ રહ્યો છે ત્યારે નમિતા પાછળ ઉભા રહીને ફની હાવભાવ આપે છે. આ સિવાય અમન પોપકોર્ન ફેંકતા જાેવા મળે છે.
આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને લખ્યું કે, હું આ શૉ જાેવા માટે આતુર છું. અન્ય એક યુઝરે લખ્યું કે, આટલા મોટા વેપારી છે પણ એટિટ્યુડ સહેજ પણ નથી. અન્ય એક યુઝરે મહત્વનો પોઈન્ટ આપ્યો છે. તેણે લખ્યું કે, લાગી રહ્યું છે કે આ સિઝનમાં જજને અલગ અલગ કપડા આપવામાં આવ્યા છે. લાગે છે પ્રત્યેક એપિસોડના આઉટફિટ્સ અલગ હતા.
તમને જણાવી દઈએ કે, શાર્ક ટેન્ક ઈન્ડિયાની સિઝન ૨માં અમન ગુપ્તા અને નમિતા થાપરની સાથે સુગર કોસ્મેટિક્સના વિનીતા સિંહ પણ જાેવા મળશે. સાથે જ શાદી.કોમના અનુપમ મિત્તલ, લેન્સકાર્ટના પિયુષ બંસલ, કાર દેખોના અમિત જૈન પણ જાેવા મળશે.SS1MS