શાર્ક ટેંક ઈન્ડિયા ૨માં અનુપમ સાથે બાખડી પડ્યા નમિતા
મુંબઈ, ગત સીઝનની જેમ બિઝનેસ આધારિત રિયાલિટી શો શાર્ક ટેંક ઈન્ડિયા ૨ પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે. આ વખતે પણ ખૂબ જ ફન, ડ્રામા અને ઝઘડા જાેવા મળી રહ્યા છે. પરંતુ, અપકમિંગ એપિસોડમાં કંઈક એવું થવાનું છે પહેલા ક્યારેય નથી બન્યું. ડીલ પર ઈક્વિટી આપવા અંગે શરૂ થયેલી બબાલ એટલી હદે આગળ વધી જશે કે, અનુપમ મિત્તલ અને નમિતા થાપર સામસામે આવી જશે.
આટલું જ નહીં નમિતા અનુપમને ‘ઘમંડી’ પણ રહેશે. જણાવી દઈએ કે, અનુપમ મિત્તલ શાદી ડોટ કોમના ફાઉન્ડર અને સીઈઓ છે જ્યારે નમિતા થાપર ઈન્ડિયન મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની એનક્યોર ફાર્માસ્ચુટિકલ લિમિટેડની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
પ્રોમોનીની શરૂઆતમાં બે ફાઉન્ડર દેખાવમાં કૂલ અને ફન સેમી-પર્મનન્ટ ડાયનો કોન્સેપ્ટ શાર્ક સામે રજૂ કરે છે. તેઓ ૧ ટકા ઈક્વિટી પર ૬૫ લાખ રૂપિયા માગે છે. પિયુષ આ કેટેગરીને ક્રિએશન બિઝનેસની હોવાનું ગણાવે છે અને આ માટે તેઓ ઉત્સાહિત હોવાનું પણ કહે છે.
તેઓ કહે છે કે, આ તેવો બિઝનેસ છે જેનાથી ૮૦૦-૯૦૦ કરોડનો બિઝનેસ થવાનો છે. ત્યારબાદ અન્ય એક ફાઉન્ડર આવે છે, જેઓ કિચન, ડાઈનિંગ, ડેકોર અને ફર્નિશિંગનું કામ કરે છે. તેઓ શાર્કને કહે છે કે, તેમની બ્રાન્ડ આજે એક લાખથી વધુ ઘરમાં પહોંચી છે.
પિયુષ તેમને શું તેમનો બિઝનેસ પ્રોફિટેબલ છે કે નહીં તેમ પૂછે છે. જવાબમાં ફાઉન્ડર કરે છે કે, તેઓ ૧૬થી ૧૯ ટકા નફો કમાય છે. જેનાથી બધા શાર્ક ઈમ્પ્રેસ થઈ જાય છે. ત્યારબાદ એક ફાઉન્ડર એક વિચિત્ર પીચ આપે છે, જેનાથી બધા શાર્ક હસી પડે છે અને તેમા રોકાણ કરવાની ના પાડે છે.
પ્રોમોના અંતિમ સેગ્મેન્ટમાં બધા શાર્ક એકબીજા સાથે ઝઘડતા દેખાયા. તેની શરૂઆત વીનિતા સિંહ અનુપમ મિત્તલ સાથે ૬૫ લાખ ૪ ટકા ઈક્વિટીની ઓફર આપે છે. તેના પર અનુપ મિત્તલ કહે છે ‘ક્યારેક તો કોઈને લઈ લો યાર’. અમન ગુપ્તાને ટોણો મારતાં અનુપમ મિત્તલ કહે છે ‘તું વેલ્યૂ એડ નથી કરતો માત્ર હીરોગીરી કરે છે’.
તો જવાબમાં અમન કહે છે ‘હીરો હંમેશા હીરો જ રહે છે અને વિલન હંમેશા વિલન જ રહે છે’. આ સાથે તેઓ ૬૫ લાખ ૫ ટકાની ઈક્વિટી પર આપવા તૈયાર થાય છે અને વીનિતાને બંનેમાંથી એક સાથે જાેડાવા માટે કહે છે. ટિ્વસ્ટ ત્યારે આવે છે જ્યારે પિયુષ બંસલ ૧ ટકાની ઈક્વિટી સાથે ૬૫ લાખ રૂપિયાની ઓફર આપે છે.
ત્યારે નમિતા નારાજ થઈ જાય છે. અનુપમ તેમને કહે છે ‘ગંદી રમત રમવામાં આવી રહી છે’. નમિતા આ વાત સાથે સંમત થતાં નહી. તેના પર તેઓ કહે છે ‘તમે શું વિચારો છો તેનાથી કોઈ ફરક પડતો નથી’. આ વાત સાંભળી નમિતા ગુસ્સે થઈ જાય છે અને કહે છે ‘આ બરાબર છે. તમારો ઘમંડ ચેક પૂરતો જ રાખો’.SS1MS