Western Times News

Gujarati News

ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાશે “નમો સખી સંગમ મેળો”

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને શ્રીમતી નિમુબેન બાંભણિયામાન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતોખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૯-૦૩- ૨૦૨૫ થી ૧૨-૦૩-૨૦૨૫ દરમ્યાન જવાહર મેદાનભાવનગર ખાતે યોજાનાર “નમો સખી સંગમ મેળો”

 “આત્મનિર્ભરતા” એ આજે દરેક માણસનુ સપનુ હોય છે. આ સપનાને પુર્ણ કરવા સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારમા “પંડિત દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન” ( ડે એનઆરએલએમ) નુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થઇ રહ્યુ છે.

ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને શ્રીમતી નિમુબેન બાંભણિયામાન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતોખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહીલા સશક્તીકરણના અભૂતપુર્વ આયામો સર કરતા આગામી તા. ૦૯ માર્ચ થી ૧૨ માર્ચ,૨૦૨૫ દરમ્યાન જવાહર મેદાનભાવનગર ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમમા ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૧૦૦ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આર્ટક્રાફ્ટઓર્ગેનિક ફૂડહેન્ડલૂમબીડ વર્કતેમજ કળા કારીગરીશૃંગાર અને ખાધ્ય આઇટમનો સમાવેશ થાય છે.

તા. ૯ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે “મહિલા-અધિકારસમાનતા અને સશક્તિકરણ” ની  થીમ સાથે શ્રીમતી નિમુબેન બાંભણિયામાન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતોખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદીનમો ડ્રોન દીદી અને અન્ય ઉધ્યમો થકી પ્રાપ્ત કરેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે સાથો સાથ “દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન” અંતર્ગત ૩ ગ્રામ સંગઠનોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ૨ સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ લોનનું વિતરણ અને ૪૦ લખપતી દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માનિત કરવામાં આવશે.

તા. ૧૦ માર્ચ,૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૧૫ સુધી સ્ત્રી “શક્તિમુક્તિ અને પ્રગતિ” વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવશે તેમજ “ગ્રામીણ ઉદ્ધમિતા” વિષય પર ઇરમાઆણંદના વક્તા દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. બપોરે ૨:૩૦ થી ૦૫:૦૦ દરમીયાન “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર વિખ્યાત મોટીવેશનલ સ્પીકર સુશ્રી નેહલબેન ગઢવી દ્વારા અને “મહિલા આરોગ્યના વિવિધ પાસા”ના  વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ્રીસર ટી. હોસ્પીટલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.

 તા. ૧૧ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કૃષિ તજજ્ઞો દ્વારા “પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી” વિષય પર અને બપોરે ૩:૩૦ થી ૬:૧૦ દરમ્યાન “નારી તું નારાયણી” વિષય પર મોટીવેશનલ સ્પીકર શ્રી તુષાર શુક્લા દ્વારા તેમજ “ઉદ્ધોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવનાઓ” વિષય પર ઈડીઆઈઆઈના સીનિયર પ્રોગ્રામ મેનેજરશ્રી નિશિત પટેલ દ્વારા  વક્તવ્ય આપવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.