Western Times News

Gujarati News

નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા બે મહત્ત્વના મુદ્દામાં ઈંસ્ી્‌ર્ર્ મૂવમેન્ટ અને નીપોટિઝમનો સમાવેશ થાય છે. ૨૦૧૮ના વર્ષમાં મીટૂ મૂવમેન્ટને જબરજસ્ત વેગ મળ્યો હતો, જેમાં અનેક એક્ટ્રેસે પોતાની સાથે દુર્વ્યવહાર અને જાતિય શોષણના પ્રયાસ અંગે વાત કરી હતી. તે સમયે સૌથી વધુ ચર્ચમાં તનુશ્રી દત્તા રહી હતી. તનુશ્રીએ નાના પાટેકર પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો.

આ મુદ્દો ચર્ચામાં છવાયેલો હતો ત્યારે નાના પાટેકરે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. વર્ષાે બાદ તેમણે તનુશ્રીએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન નાનાએ તનુશ્રી દત્તા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, હું આ સમગ્ર મામલાથી નારાજ નથી.

મને ખબર છે કે આ બધું ખોટું છે અને તેના કારણે મને ગુસ્સો આવ્યો ન હતો. આ બધી વાતો જૂની થઈ ચૂકી છે. આપણે તેના વિષે શું વાત કરી શકીએ? મને ચાહનારાઓને હકીકતની ખબર છે. તનુશ્રીએ આરોપ લગાવ્યા તે સમયે હું કશું કહી શકું તેમ ન હતો.

અચાનક કોઈ આવીને કહે કે, તમે આ કર્યું છે, તો આ બધી વાતોનો જવાબ શું આપી શકું? મેં આવું નથી કર્યું, તેવું કહેવાની મારે જરૂર હતી ખરી? મને હકીકત ખબર છે અને હું જાણું છું મેં કંઈ કર્યું નથી. તનુશ્રી અને નાના પાટેકરે ૨૦૦૮ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝમાં સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે દુર્વ્યવહાર કર્યાે હતો અને તેના કારણે પોતે ઘણી હાલાકીમાં મૂકાઈ હતી, તેવો દાવો તનુશ્રીએ કર્યાે હતો. ઈંસ્ી્‌ર્ર્ મૂવમેન્ટ દરમિયાન તનુશ્રીએ નાના પાટેકર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

વર્ષાેની તપાસ બાદ આ કેસમાં નાના પાટેકર સામે નક્કર પુરાવા મળ્યા ન હતા. તનુશ્રીએ લગાવેલા આરોપો બાદ બોલિવૂડમાં બે ભાગલા પડી ગયા હતા અને નાના પાટેકરની છબિ પણ ખરડાઈ હતી. નાના પાટેકરે વર્ષાે બાદ તનુશ્રીના આરોપો અંગે પોતાની દલીલ રજૂ કરી છે. જો કે તેઓ તનુશ્રી પર કોઈપણ પ્રકારનો આક્ષેપ કરવાથી દૂર રહ્યા છે અને આ વિવાદ ફરી ન વકરે તેની કાળજી રાખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.