નેન્સી પેલોસીના પતિ ઉપર હથોડીથી શખ્સે હુમલો કર્યો
પોલ પેલોસીને હુમલાખોરે ગંભીર માર માર્યો, તેમની ખોપડી ફ્રેક્ચર થઈ ગઈ છે અને હાથમાં ઈજા પહોંચી છે
વોશિંગ્ટન, સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ (સ્પીકર) નેન્સી પેલોસીના પતિ પૉલ પેલોસી પર ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો છે. પોલ પર એક શખ્સે હથોડીથી હુમલો કર્યો. હુમલો કર્યા પહેલા તે ચીસો પાડી રહ્યો હતો કે નેન્સી ક્યાં છે, નેન્સી ક્યાં છે. Nancy Pelosi’s husband attacked in San Francisco home
પોલીસે જણાવ્યુ કે પોલ પેલોસીને હુમલાખોરે ગંભીર માર માર્યો. સ્પીકર નેન્સી પેલોસી દ્વારા જારી એક નિવેદનનો અહેવાલ આપતા લખ્યુ કે તેમની ખોપડી ફ્રેક્ચર થઈ ગઈ છે અને જમણા હાથમાં ઈજા પહોંચી છે જે માટે સર્જરી કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોના પોલીસ પ્રમુખ વિલિયમ સ્કૉટે કહ્યુ, આ હુમલાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.
સ્કોટે કહ્યુ કે શંકાસ્પદની ઓળખ ડેવિડ ડેપાપે તરીકે થઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે ડેવિડ પર હત્યાનો પ્રયાસ, ઘાતક હથિયારથી હુમલો અને અન્ય આરોપ લગાવવામાં આવ્યા છે. ઘટનાની તપાસની જાણકારી રાખનારા
બે લોકોએ જણાવ્યુ કે નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી (૮૨) ના માથા અને શરીર પર હથોડાથી હુમલો કરવાના કારણે ઈજા પહોંચી છે. તેમના જણાવ્યા અનુસાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં સારવાર ચાલી રહી છે. લોકોએ જણાવ્યુ કે હુમલાખોરે કાવતરુ ઘડીને પેલોસીના આવાસને નિશાન બનાવ્યુ.