નાંદરવા ગામે મોરબીના ઝુલતાપુલ હોનારતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાજંલી અપાઇ
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ક્ષત્રિય સમાજના અને ભાજપના અગ્રણી ખાતુભાઈ પગીની આગેવાની હેઠળ મોરબીની પુલ હોનારતમાં મોતને ભેટેલા લોકોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો.જેમા નાંદરવા સહત આસપાસાના ગામલોકો પણ ઉપસ્થિત રહ્યા હતા,અને મીણબત્તી પ્રગટાવીને શ્રધ્ધાંજલી પાઠવીને મૌન પાડવામા આવ્યુ હતુ
મોરબી શહેરમા આવેલા ઐતિહાસિક ઝુલતો પુલ તુટી જવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.જેમા ૧૫૦ જેટલા લોકોના મોત થયા હતા.
અને અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.પુલની હોનારતમાં મૃત્યુ પામેલાઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો આપવામા આવી રહ્યા છે. શહેરા તાલુકાના નાંદરવા ગામે દશામાના મંદિરના પંટાગણમાં મોરબી પુલ હોનારતમાં મોતને ભેટેલા લોકોએ શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ક્ષત્રિય સમાજ અને ભાજપના અગ્રણી ખાતુભાઈ પગી પણ હાજર રહ્યા હતા.
સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને યુવાનોએ હાથમા મીણબત્તી પ્રગટાવી હતી અને ૨ મિનીટ મૌન પાડીને શ્રધ્ધાસુમન અપર્ણ કર્યા હતા.સાથે જાેગીરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.