Western Times News

Gujarati News

નાંદોલી ગામને મ્યુનિ. હદમાં ભેળવવા સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

બોપલ-ઘુમાને બે વર્ષમાં કોઈ સુવિધા મ્યુનિ. આપી શકયું નથી તો અમને શું આપશે ?

(એજન્સી)અમદાવાદ, શીલજના નાંદોલી ગામને અમદાવાદદ મ્યુન્સિીપાલ કોર્પોરેશન હદમાં સમાવવાની કવાયત તંત્ર તરફથી શરૂ કરવામાં આવી છે. તંંત્રની કવાયત સામે ગ્રામજનોએ જ ઉગ્ર વિરોધ શરૂ કર્યા છે. એએમસી ભગાડો નાંદોલી બચાવો બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે.

બપોલ-ધુમાને બે વર્ષમાં મ્યુનિ. કોઈ સુવિધા આપી શકયું નથી તો અમને શું આપશે ? એમ કહી લોકો વિરોધ કરી રહયા છે. બે વર્ષ અગાઉ અમદાવાદના મ્યુન્સિીપાલ કોર્પોરેશનની ચુંટણી પહેલા કરવામાં આવેલા નવા સીમાંકન સમયે બોપલ ધુમા સહીતની આઠ ગામોને મ્યુનિસીપલ કોર્પોેરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

બોપલ-ધુમાનો અમદાવાદ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પણ છેલ્લા બે વર્ષથી સફાઈના પ્રશ્ન ટલ્લે ચઢેલો છે. આ સિવાય પણ મ્યુનીસીપલ કોર્પોરેશન રહીશોને રસ્તા પાણી અને ગટર જેવી પ્રાથમીક સુવિધા આપવા અંગે પણ પુરી રીતે સફળ થઈ શકયું નથી.

આ બાબત તંત્ર અને સત્તાધીશો સારી રીતે જાણતા હોવા છતાં શીલજના નાંદોલી ગામના મ્યુનિસીપલ હદમાં સમાવેશ કરવા કાર્યવાહી કરી રહયા હોવાની સમસ્ત નાંદોલી ગામ દ્વારા એન્ટ્રી ઉપર જ નો એએમસી ફોર નાંદોલીના બેનર ગણાવી દેવામાં આવ્યા છે.

અમે અમારા ગામના વિકાસથી ખુશ છીએ એટલે કે અમારે એએમસીની કોઈ જરૂર નથી. જે વિસ્તારો પહેલેથી એએમસીમાં છે. ત્યાં પહેલા પુરતી સેવા આપો.

બે વર્ષ પહેલા નવ એરીયા ભેળવ્યા એકેના ઠેકાણાં નથી અને હવે નાંદોલીનો વારો નહી આવવા દઈએ.અ અમારે સ્ટ્રીટ લાઈટ, પાણી ગટર સહીતની તમામ સુવિધા છે છતાં અમને એએમસીમાં જાેડવા શા માટે દબાણ કરાઈ રહયું છે ? નાંદોલી ગામની જનતાની રજા વગર એએમસી લાગુ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ પ્રકારનું બેનર ગામ બહાર લગાવી દેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.